Book Title: Atmanu Saundarya
Author(s): Shailesh Rathod
Publisher: Shailesh Rathod

View full book text
Previous | Next

Page 29
________________ “અહીંથી જવાય “હમણાં' તરફ, અહીંથી “કદી' તરફ, અહીંથી વાય રણ તરફ, અહીંથી નદી તરફ.” અનુકૂળતા દ્વારા પ્રેમના ઉદયને વિસ્તાર આપી શકાય છે. શબ્દોથી કે કોઈની વાત કરવાની પદ્વિતથી પ્રતિકુળતા પામતા મનુષ્ય ઘટનાને ભૂલી જવી જોઈએ. તેમાંથી બહાર નિકળવાના રસ્તા છે. 1 ક્યારેક હવાની લહર આપણને ઘરની સાંકડી દિવાલોમાંથી ઉંચકીને વિશાળ જગતમાં લઈ જવાનો સંદેશ આપે છે. દુ:ખી થઈને ઘરના ખૂણામાં પડ્યા રહેવા કરતાં આ સૃષ્ટિમાં હરતા ફરતા રહીને જરૂરીયાતમંદ વ્યક્તિને હૃદયના સ્નેહની પ્રેમની લ્હાણી કરાવવી યોગ્ય ગણાશે. સાચું જીવન એ છે કે આજકાલની દ્વિધામાં પડ્યા સિવાય જિંદગીની બે ચાર ક્ષણો મળી છે અને આનંદથી માણી લેવી જોઈએ. “બે વાત કરીને પારેવાં થઈ જાય છે આડા અવળાં મેં આમ પરસ્પર ગૂંથાઈને, વિખરાઈ જવામાં લિજ્જત છે !” જ્યારે પણ આપણે કોઈને મળીએ, વાત કરીએ ત્યારે યાદ રાખવું કે સામા પક્ષને યોગ્ય ન્યાય આપવો. આ અનુકૂળતાનો પ્રથમ નિયમ છે. ભલે તેની વાતોમાં નિરસતા હોય છતાંય તેની અવગણના ન કરવી. ક્યારેક આપણને સમયનો બાધ નડે છે, પણ જેટલું મળીયે, રહીએ ત્યારે તેમાં પરસ્પર ગુંથાઈ જવું જોઈએ. સામે પ્રેમીકા હોય તો અહેસાસનો શબ્દ નિકળવો જોઈએ : “આજે તમે સંપૂર્ણ મારામાં જ હતા.” અને મિત્ર હોય તો કહી ઉઠે : “તારો સંગાથ ગમે છે.' વિચાર અને લાગણીને મેળવીને જીવનદૃષ્ટિ ઉતકૃષ્ઠ બનાવી અનુકૂળતા સાધી શકાય છે. હા, કેટલીકવાર વિચાર લાગણીને છંછેડે છે, દબાવી દે છે, સાચા અર્થમાં વિચાર વ્યક્તિના જીવન પર પ્રબળતમ હુમલો કરી શકે છે. ચાર વ્યકિતની વચમાં પોતાના વિચારને સત્ય સમજી ઠોકી બેસાડવાનો પ્રયત્ન વિપરિત પરિણામ સર્જે છે. દિવસ, ચરણ અને કેલેન્ડરનાં પાનાં ફરે છે તેમ સમય પણ પલટાતો રહે છે. એ બદલાતી પરિસ્થિતિમાં પ્રત્યેક દિવસ અને ક્ષણ જીવવા જેવાં બનાવવાં જોઈએ. આ વાસ્તવિકતાને સ્વીકારી પ્રેમાળ જીવન સાથીએ જીવનને મધુકર બનાવવું જોઈએ. જ્યાં એકરૂપતા અને અનુકૂળતા છે ત્યાં પ્રીતિ છે... જ્યાં પ્રીતિ છે ત્યાં વિરહ અને દર્દ છે... પણ એ દઈને પ્રતિકુળ ન બનાવતાં પ્રણયનો રંગીન મિજાજ બનાવે એ જ સાચું વ્યકિતત્વ છે. “ક્ષિતિજ બે સામસામી શૂન્યને વિસ્તારતી ઉભી તમે થોડું હસો એને ગગનનું નામ આપી દઉં.” ક્યારેક, પ્રતિકુળતાને ખડખડાટ હાસ્ય અનુકૂળતામાં ફેરવી દે છે. નિસ્તેજ ચહેરો અને ગમગીની નિરસતાને પ્રવેશ આપે છે. બીજી રીતે જ્હીએ તો કયારેક આપણે એવા વણાંક ઉપર ઉભા હોઈએ છીએ

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75