________________
લગ્નની ફતેહ યોગ્ય વ્યકિત શોધવામાં જ નહિ, પણ યોગ્ય વ્યકિત થવામાં રહેલી છે. એકબીજામાં અર્પણ થઈ જવું એનું નામ લગ્ન, એકબીજાને અનુસ થવું એ સાચું દામ્પત્ય જીવન... અને આ જ સાચું જીવન જીવવાની કળા.
૭. કામણગાર કચ્છ,
“કચ્છમાં અંજાર રૂડાં શહેર છે હો જીરે,
ત્યાં વસ્યા છે સલરાય પીર જો, હળવે હાંકોને તમે ઘોડલા હો જીરે...”
આહ! શું જોયું...? કંઈક હૃદય ફાટે એવું, કંઈક આંખ ન માને એવું, કંઈક દિલ દુખાવે સૌનું.. હા, માનવે, તરણું-તરણું લઈને બાંધ્યો માળો, પીંખાય ના એવો એ માળો... જેમાં અનેક અરમાન અને આશાઓ... બધું જ જમીનદોસ્ત... શું આજ ગતનો ઉન્નતિક્રમ?
બધું જ નિહાળી કચ્છના જિંદાપીર તરીકે ઓળખાતા મેકણદાની આગાહી આપતી પંકિતઓ યાદ આવે છે :
“વાગડ સીધો વગડો, કચ્છમે ન રોંધો કોઈ...”
વાગડ ઉજ્જડ થઈ જશે અને કચ્છમાં કોઈ નહીં રહે. એ આગાહી ભૂકંપ રૂપે આવી એવું વડીલો માને છે.
છતાંય કચ્છ અને પ્રલય એ બે શબ્દ સાથે સાંભળવા મળે એટલે આપણને તરત અંજારની સલ - તોરલની સમાધિ યાદ આવે. વર્ષોથી આપણે સાંભળતા આવીએ છીએ કે જેસલની સમાધિ દર વર્ષે જવના દાણા જેટલી તોરલની સમાધિ તલભાર ખસે છે. જેસલ અને તોરલની પ્રેમકહાણી કચ્છમાં લોકમુખે વારંવાર પ્રગટી ઉઠે છે. બંનેના પ્રેમને આદર્શ ઉદાહરણ માનનારા લોકો કહેતા કે, “બન્ને સમાધિ એકમેકને અડશે એ દિવસે મહાપ્રલય થશે.”
કચ્છ... ખમીરવંત પ્રજા... જેસલ-તોરલની પ્રેમ પાવન ભૂમિ... લા સંસ્કૃતિની ભૂમિ... હા, કચ્છ એક આગવા સાહિત્યની ભૂમિ છે. લોકગીતોમાં તોરલ કહેતી :
“પાપ તારુપરકાશ જાડેજા ધરમ તારો સંભાળ રે... કે, તારી બેલડીને ડુબવા નહીં દઉં, જાડેજા રે...”
તોરલ એટલી તો મહા પ્રતાપી, પાપી, કુકર્મી જાડેજા જેસલના પ્રેમમાં ઓતપ્રોત હતી કે ક્ષણવાર પણ સલને એકાંત ન મળવા દે... તોરલ સલના બધા જ અહિત કાર્યોની જાણ હોવા છતાં. ગડાબૂડ પ્રેમ કરતી... ને સલમાં સુધારો લાવવા પ્રયત્નશીલ રહેતી. સલ કહેતો :
“લૂંટી કુંવારી જાન, સતી રાણી લૂંટી કુંવારી જાન રે...
સાત વિષે મોડ બંદા મારીયા રે..”