Book Title: Atmanu Saundarya
Author(s): Shailesh Rathod
Publisher: Shailesh Rathod

View full book text
Previous | Next

Page 13
________________ પ્રતાપી રૂલ હંમેશા અવનવા કારસ્તાન કરતો... આ એજ જેસલ-તોરલની સમાધિ જેને કચ્છી પ્રજા “સાચા પ્રેમની નિશાની” તરીકે ઓળખે છે... જેની સમાધિને નમન કરે છે.. એજ સમાધિના ગુંબજ ધરતીકંપના વિનાશે ભેગા કર્યા, અને એટલે જ અંજારની એક વૃદ્ધા રડમસ ચહેરે હે છે : “આખે આખા કચ્છનું ધનોતપનોત તો નીકળી ગયું. આનાથી બીજો મોટો પ્રલય ક્યો હોઈ શકે?” લોક સાહિત્ય દુહામાં કહેવાયું છે કે, : “શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત વરસાદે વાગડ ભલો, પણ કચ્છડો બારે માસ” કચ્છડાને બારેમાસ કામણગારો કહ્યો છે. પેટમાં પાટુ દઈને પાણી કાઢતા ધીંગા કચ્છી માડુનું એ વતન આજે રાજ રાજ ને પાન પાન થઈ ચૂકયું છે. મેકણ દાદાની ભવિષ્યવાણી - સલ તોરલની પ્રેમ કહાણી સાચી દર્શાવવી હોય એમ ભૂકંપે તાલુકે તાલુકે માલ-મિલ્કત અને માનવીનો સર્વનાશ સર્યો હા... આ એ કચ્છ અને એનો એ વાગડ... ભજ પ્રદેશ છે જેના માટે નવી પરણેલી સ્ત્રી પોતાના અરમાનો રજૂ કરતા પતિને કહેતી: સાયબા સડકયું બંધાવ આજ મારે વાગડ જાઉં, વાગડ જાઉં મારે ભૂજ શહેરે જાઉં... સાયબા!” વર્તમાનમાં ૨૧ મી સદીની નવોઢા પોતાના અરમાનને રજુ કરી હનિમુન માટે ઉટી, મહાબળેશ્વર, ગોવા, સિમલા, મસૂરી, સિંગાપુર... જેવી ગ્યાએ જવા પતિદેવને જણાવતી હોય છે. જ્યારે ઉપરની પંકિતમાં નવોઢા પતિને ભૂજ અને વાગડ પ્રદેશની પ્રકૃતિને નિહાળવા જણાવે છે. આવી છે કચ્છ.. ભૂજ... વાગડની ભૂમિ...! પણ કુદરતે કચ્છ સાથે હંમેશા અવળચંડાઈ કરી છે. છેક મહાભારત કાળથી કચ્છ જિલ્લાની આકરી કસોટી કુદરત કરતું રહ્યું છે. કાયમી અછત, પીવાના પાણીની ખેંચ, દુકાળ, ધરતીકંપ જેવી આપત્તિએ કચ્છી ભાંડુંને કાળમીંઢ પથ્થર જેવી કાયા અને પોલાદી છાતી આપી છે... ધન્ય છે ખમીરવંતી કચ્છી નતાને...! ૮. પ્રેમ સાત પગલાં આકાશમાં નહીં પણ ચાર પગલાં પૂરતી પર પ્રેમ' એટલે શું?

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75