Book Title: Atmanu Saundarya
Author(s): Shailesh Rathod
Publisher: Shailesh Rathod

View full book text
Previous | Next

Page 16
________________ થાય તો વિનાશ અને સદઉપયોગ થાય તો ભવ્ય ઈમારત બનાવી શકાય. સહુએ સાથે મળી રસ્તો કરવો પડશે. આપણે વિકાસને અડચણરૂપ ન બનતાં ખુશમિજાજી બની સાંવેદનિક પ્રશ્નો ઉભા કરનારનો રસ્તો કરીએ. લંડન શહેરમાં હાઈડ પાર્ક નામનું ખળું મેદાન છે. અંગ્રેજ પ્રજાએ સદીઓથી જેની આરાધના કરેલી છે તે વાણી-સવાતંત્રનો પ્રાણવાયુ ત્યાં જાણે કે નરે જોવા મળે છે. તરેહતરેહના વકતાઓ પોતાના કાલાઘેલા હરકોઈ વિચારો ત્યાં સ્સાભેર વ્યકત કરતાં હોય છે અને દરેકને શ્રોતાઓનું નાનુમોટું ટોળું મળી રહે છે. એક સવારે ત્યાં જેની આસપાસ નાનકડું ટોળું ભેગું થયેલું તે વકતા રાષ્ટ્રની પ્રર્તમાન અવદશા માટે રાજ્યાઁ વર્ગની જવાબદારીની જુસ્સાભેર ઘોષણા કરી રહ્યા હતા : “આપણી તમામ મુસીબતોના મૂળમાં એ લોકો જ રહેલા છે. !” વકતાએ ત્રાડ પાડી : “આપણે આમસભાને આગ લગાડવી જોઈએ ! રાણીના મહેલને સળગાવી મૂક્વો જોઈએ !” એ ભાષણમાંથી મનોરંજન મેળવી રહેલું પ્રેક્ષકવૃંદ જરા જરા વિસ્તરતું સડક પર ફેલાયું ને પછી વાહનવ્યવહારને અડચણરૂપ બનવા લાગ્યું, ત્યારે એક પોલીસનું ત્યાં આગમન થયું. વિનય અને મમતાના મિશ્રણવાળા સ્વરે એણે સાદ પાડ્યો કે, “ચાલો સજ્જનો, અહીંથી એક બાજુ ખસો અને વાહનવ્યવહાર માટે રસ્તો ખુલ્લો રાખો. આમ સભાને આગ લગાડવાની તરફેણ કરનાર મહેરબાની કરીને અહીં જમણી બાજુ આવી જાવ, અને રાણીના મહેલ બાળી મૂકવાની તરફેણમાં હોય તે ત્યાં ડાબી બાજુએ ! ચાલો, રસ્તો કરો, રસ્તો કરો.” હાસ્યના ખડખડાટ વચ્ચે એ ખુશમિજાજી ટોળું તરત વિખેરાઈ ગયું. આગ લગાડવાનો હક્ક આપણને ઈશ્વરે આપ્યો નથી. મંદિર-મસ્જિદ જેવી ઘટનાઓથી પ્રજાને ગેરમાર્ગે દોરતાં નેતાઓ સન્મુખ ખુશમિજાજથી ભલે ઉભા રહો, પણ પછી પાછલે બારણેથી રફુચક્કર થતાં નેતાઓની જેમ જ વિખરાઈ જવું જોઈએ. ૧૦. સણા “એક પંખી આવીને ઊડી ગયું, વાત સરસ સમજાવી ગયું.....” સુંદર મજાના પંખીના ટહુકાની મીઠાશ ક્ષણિક હોય છે... પણ પ્લાસ્ટરની દિવાલો પર ડિસ્ટેમ્બર જેવો યાંત્રિક માનવી ટહુકાનો આસ્વાદ લઈ શકતો નથી. ક્ષણના પણ બે સ્વરૂપ છે... પણ એ સ્વરૂપ માનવ સ્વીકૃતિ પર આધારીત છે. ક્ષણને સુધારી લેનાર મનુષ્ય માટે જીવનની પ્રત્યેક ક્ષણ પ્રેરણાત્મક અને આનંદમય છે. ગુસ્સો પ્રગટ કરી, તિરસ્કાર કરી, મૌન રહી ક્ષણોને બગાડનાર લગભગ જીવવા કરતાં ગુમાવે છે વધુ. કડકડતી ઠંડીમાં ઓટલા પર ટૂંટીયું મારી સુતેલા પાસે થરથર ધ્રુજવાની ક્ષણો છે. પણ તે તેને

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75