________________
પરિસ્થિતિને અનુકૂળ થવું.
કેટલીક વખત દુ:ખદ ઘટનાઓ પણ મનુષ્યને સુખ સમાન લાગે છે. પણ એ ફકત એવી વ્યકિતઓને કે જે સર્જનાત્મક વિચાર ધરાવતા હોય. પતિ-પત્નિના ઝઘડા પછી ટુંક સમયના અબોલા એટલે દુઃખદ સ્થિતિ પણ એ સ્થિતિને વાગોળી એમાથી બંને ઉણપ શોધે, ને પછી પાછા ટુંક સમયમાં જ ભેગા થઈ જાય તો એ ક્ષણ આનંદમય બની જાય.
કેટલીક વાર પરિસ્થિતિ ભોગવ્યા સિવાય છૂટકો ન જ હોય અને હસતા - હસતા ભોગવીએ ત્યારે મનને તંદુરસ્ત રાખવા જન્સી છે. દુ:ખના પ્રસંગોમાં ચિંતા, અકળામણ, ઉતાવળ, ધમપછાડા અને વલોપાત કરવાથી માણસનું મનોબળ ઘટે છે અને એ રીતે દુ:ખનો સામનો કરવાની શકિતનો તેટલા અંશે ઘટાડો થાય છે.
વિદેશમાં આવી પડેલ દુઃખદ પરિસ્થિતિને પહોંચી વળવા કેટલાક લોકો આકર્ષક શો-સમાં જાય છે. જ્યાં જુદા-જુદા ક્બાટોમાં કિમંતી વસ્તુઓ મુકેલી હોય છે. દુકાનદાર દુ:ખી વ્યકિતને પથ્થર, લાકડી અને પ્લાસ્ટીકના દડા આપે છે. દુ:ખી વ્યકિત ઈચ્છે એટલો ગુસ્સો કરી પોતાની મનોસ્થિતિ મુજબ વસ્તુઓ તોડે છે. પછી પોતાનો ગુસ્સો શાંત થતાં થાકીને બેસી જાય છે... અને દુકાનદાર તૂટેલી વસ્તુઓનું લીસ્ટ બનાવી બીલ બનાવી દે છે. ગુસ્સો કરી દુઃખને દૂર કરવના પ્રસંગો પણ હવે બની રહ્યા
છે.
વિવિધ રસ્તાઓ અન્વયે સાચા અર્થમાં દુ:ખ આવે ત્યારે મહાપુત્રો અને વિભૂતિઓના જીવનનું સ્મરણ કરવું જોઈએ. કારણ એમના જીવન ભાગ્યે જ દુ:ખ મુકત રહ્યા છે. તેઓએ દુ:ખો સામે નમતું જોખ્યું નથી કે હાર માની નથી અને આત્મબળપૂર્વક દુઃખો સામે લડવાનું ચાલુ રાખ્યું એટલે જ તેઓ મહાન બની શક્યા.
દુ:ખ સામાન્ય માણસનું તેજ વણી લે છે. કારણકે દુ:ખદ પરિસ્થિતિમાં માણસ નાસીપાસ થઈ જાય છે. દુઃખ એક અંધારી રાત છે અને એ વાતનું આશ્વાસન પણ છે કે પ્રભાતના કિરણ સુધી પહોંચવા માટે વચગાળાનો એ સમય શાંતિપૂર્વક પસાર કરવાનું ઊી છે.
સાચી મિત્રતા, પ્રેમ, લાગણી સભર સ્વભાવ દુ:ખદ પરિસ્થિતિમાં ઉપકારક બની શકે. એક પ્રેમાળ પત્ની કે મિત્ર આવી સ્થિતિ સંભાળી શકે... જો આવી નિકટની વ્યકતિઓના આશ્વાસન સભર પ્રેમાળ શબ્દો સાથે હોય તો દુ:ખ ક્ષણવારમાં દૂર થઈ શકે.
જીવન એ કાંટા વચ્ચે ખિલતું ગુલાબ છે મહેક જોઈતી હોય તો કાંટાની શક્યતાને સ્વીકારવું જ પડે. એટલે દુ:ખની સ્થિતિમાં આંતરિક મસ્તી કેળવી આ સંસારમાં આગળ વધવું જોઈએ. દુ:ખમાં જ્ઞાની હોય કે મહાન સંત હોય કે મહાત્મા.... પણ દુ:ખ હસવાથી દુર થાય છે, રડવાથી તેમાં ઉત્તરોત્તર વધારો થાય છે.
૧૦. પ્રસન્નતા-પ્રગતિનો પાયો
મનુષ્ય જીવન એટલે આંટીઘૂંટીનો સરવાળો. સમયાંતરે સુખ-દુ:ખની છોળો મનુષ્યને ભિવે છે.