Book Title: Atmanu Saundarya
Author(s): Shailesh Rathod
Publisher: Shailesh Rathod

View full book text
Previous | Next

Page 20
________________ અહો, જલનું માર્દવ ! ઊચેથી ઊતરી ધીમે કુસુમથીય હળવા બની, હથેળી મહીં પુષ્પથી જવું ઝિલાઈ, વા પૃથ્વીની રજે ભળી જઈ ઊંડે ઉતરી બીજને ભીંજવી સુકોમલ તૃણો રૂપે પ્રગટવી નવી જિંદગી -જ્યન્ત પાઠક નિરાશા ત્યજીને વિકાસનાં પંથે ડગ માંડવા એ આપણા હાથમાં છે. દુન્યવી આંટીઘૂંટી ભૂલીને હકારાત્મક દ્રષ્ટિકોણથી ઝરણામાંથી મહાસાગરનું નિર્માણ આપણા હાથમાં છે. સતત દોડતા રહો. સફળતા જરૂર તમારા ચરણોમાં હશે. ૧૩. જવાબદારી એક સરકાર વિશ્વમાં માનવીને જેટલી સ્વતંત્રતા છે એટલી જ તેને સંસ્કાર સાથે તાદામ્ય કેળવવાની જæ છે. ધર્મ અનુસાર બાળપણમાં મળતા બાળ સંસ્કારથી માંડી લગ્ન સંસ્કાર જેવા બંધનો એક જવાબદારીનો અહેસાસ કરાવનારા છે. સાચા અર્થમાં એ બંધનો ન બનતા સુલેહમાર્ગ બનવા જોઈએ. સ્વતંત્રતાથી વ્યકતવિકાસ અર્થે પરોવાયેલા મનુષ્ય એ સમજવું રહ્યું કે તેની આસપાસ કૌટુંબિક જવાબદારી અને તેનું જતન કરવાની પણ ગતિવિધિ થતી જ હોય છે. બાળને જન્મ આપ્યા પછી મા-બાપની જવાબદારી પૂર્ણ થતી નથી. લગ્ન કર્યા પછી પતિ-પત્નિની જવાબદારી શસ્થાય છે. જન્મ મેળવનાર બાળક્ની પણ જવાબદારી શરુ થાય છે. વૃદ્ધ માતાપિતા માટે વૃદ્ધાવસ્થા બોજ ન બનતાં સુખદ ક્ષણો બનાવી શકીએ તો તે છે બાળક તરીકેની જવાબદારી. ઝરણું ત્યારે જ કલકલ વહેશે જ્યારે તેને બે કિનારાઓનો સહારો મળશે. બાકી કિનારાને છૂટ છે, કે તે પોતાની પાળ પર વૃક્ષો ઉગાડી શકે, પ્રવાસીઓને બેસાડી આશ્રય આપી શકે. પણ જો તેણે પોતાની જવાબદારી છોડી દીધી તો સમજવું કે ઝરણું ખડખડ ન વહેતાં ખાબોચિયું બની જશે. અને ક્વિારા ફકત માટીના ઢગલા ! મારે કે તમારે વ્યકિતગત વિકાસની સાથે-સાથે આવી અનેક જવાબદારીઓ સંભાળવાની છે. જો જવાબદારીથી દૂર ભાગવું હોય તો પછી ઈશ્વરે અન્ય રસ્તાઓનું પણ સર્જન કર્યું છે. હા, પણ સંસ્કારમાં લીન થયા પછી જવાબદારીઓથી ભાગવું એટલે નપુંશકતા. આપણે વારંવાર સાંભળીએ છીએ.. જોઈએ છીએ કે લગ્ન સંબંધથી જોડાયેલા યુગલો ઘડીના છઠ્ઠા ભાગમાં એક બીજાના દુશ્મન બની જાય છે. કારણ તેમનામાં એક્બીજાને સમજવાની શકિત નથી. પોતાની વાતમાં સત્ય દેખાય છે. બીજા અર્થમાં જ્હીએ તો “ઈગો”. અને આ “ઈગો” ને ન છોડનાર

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75