________________
બીજી બધી જ વસ્તુઓ વિધાતા આપે છે પરંતુ પત્નીતો સ્વર્ગનું વિશેષ નજરાણું છે !
- પોપ
વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતા ખ્રિસ્તી સમાજની એજ વિશેષતા છે કે દુનિયાની ઉત્પત્તિથી માંડી ઈસુ ખ્રિસ્તનો જન્મ અને પછી વર્તમાન ધર્મને ટકાવી રાખનાર ધાર્મિક શૃંખલા માનવતાની સાથે સાથે જીવનની તમામ બાબતો કેન્દ્રમાં રાખી વર્તે છે. ખ્રિસ્તી સમાજના સર્વેસર્વા પોપના મતે સ્વાધ્યાય પરિવારના દાદાનું અગ્રિમ મહત્વ છે, પિડીત માટે કામ કરતી સંસ્થા પ્રત્યે ગર્વ છે... પોપ સર્વવ્યાપી વિચારો સાથે પત્ની વિશે પણ વિશેષ વાત કરે છે.
પોપના મતે પ્રગતિશીલ અને માનવતાવાદી વિચારો પતિ - પત્નીના પ્રજન્નોત્પત્તિકાર્યથી શરૂ થાય છે. બંને જેટલા સક્રિય રહી બાળકમાં સંસ્કારનું સિંચન કરે તેટલો બાળક ઉત્કૃષ્ઠ હોય. પત્ની સ્વર્ગનું નજરાણું હોય ત્યારે પતિની ભૂમિકા મહત્વની છે. વિશિષ્ટ મહાનપુત્રો માટેના અનેક નાના ઉત્સર્ગોમાં, પત્નીના સમર્પણ અને સ્નેહ મહત્વના છે.
કોઈપણ ધર્મ ત્યારે જ માન છે કે જ્યારે તે તેના સમાજનું પ્રત્યેક વ્યકિતનું સર્વાગી ઘડતર કરે. પરિસ્થિતિ મુજબ દાન કરે અને પરિસ્થિતિ મુજબ તલવાર ઉઠાવે તે ધર્મ નહીં પણ અધર્મ છે.
પોપના મતે પત્નીનું વિશેષ મહત્વ એટલા માટે છે કે પત્ની જ આદર્શ સંસ્કારનું સર્જન કરનાર છે. પત્ની જ સતપથનો નિર્દેશ કરે છે. જે પત્ની ભૂખી રહે પણ પતિના પરસેવાનો રોટલો જ ખાય તે કુટુંબ વિશ્વનું આદર્શ કુટુંબ છે. ભારતીય સંસ્કૃતિના અનુસંધાનમાં એક દ્રષ્ટાંત જોઈએ.
તે વેદજ્ઞ તત્વજ્ઞાન સંબંધી મહાન ગ્રંથનું અંતિમ પ્રકરણ લખી રહ્યા હતા. તે “બ્રહ્મ સુત્ર' પર પોતાની વિદ્વતાપૂર્ણ ટીકા લખી રહ્યા હતા. આ મહાન કાર્ય પૂકરવા પચાસ પચાસ જેટલાં વર્ષો તેમણે લીધા હતા.
તે “ભાષ્ય' નો અંતિમ પરિચ્છેદ પૂરો કરી રહ્યા હતા. ત્યાં જ અચાનક પવનના ઝપાટાએ દીવો બુઝાવી નાંખ્યો. બધે જ અંધારુછવાઈ ગયું.
કોઈક અંદર આવ્યું અને દીવો પેટાવ્યો.
“તમે કોણ છો. સન્નારી ?” પંડિત શિરોમણી વાચસ્પતિ મિશ્રએ પૂછ્યું “મેં જોયું છે તમે દિવસ અને રાત મહેનતથી મારી સેવા કરી છે. હું તમારો અત્યંત આભારી છું. તમે કોણ છો, દેવી ?”
“હું ભામતી, તમારી પત્ની !”
... અને તેમને અચાનક યાદ આવ્યું કે કેટલાક દાયકા પહેલાં તેમણે એક જુવાન છોકરી સાથે લગ્ન કર્યા હતા. જેને વિશે તે સમયે અને આ બધા પાછલાં વર્ષો દરમિયાન ભાગ્યે જ કશું જાણ્યું હતું !
તેમના પ્રશ્ચાતાપની કોઈ સીમા જ નહોતી. સાત સાગર કરતાંય તેમનો વિષાદ ઊંડો હતો.
તેમણે કહ્યું : “કૃપા કરી મને ક્ષમા કરો ! મેં તમારી વિરૂધ્ધ પાપ કર્યું છે. તમારા સમગ્ર અસ્તિત્વ વિરૂધ્ધનું પાપ ! આવડા મોટા ઋણને કેવી રીતે ચુકવવું તે હું જાણતો નથી. મારી વેદનાને કોઈ શબ્દો