Book Title: Atmanu Saundarya
Author(s): Shailesh Rathod
Publisher: Shailesh Rathod

View full book text
Previous | Next

Page 15
________________ શબ્દો સંજીવનની નું કામ કરી જતા હોય છે. સૂકાભઠ્ઠ બની ગયેલા વૃક્ષના મૂળિયામાં ફરીથી રસ ભરાવા માંડે છે. અને એ કૂંપણોની જ કુમાસ છે, એ બંને આત્માને સદાય લીલી રાખતી કૂમાસ છે.અને આમ બને ત્યારે આત્મામાંથી અનાયાસે જ શબ્દ સરી પડે છે. એ પ્રિય ! આપણા સંબંધની લીલાશ તો જો, આજે આટલા વર્ષો પછી પણ એમાં એવીને એવી જ પ્રેમની ભીનાશ વર્તાય છે, નહીં ..!! અને એટલે તો રાતરાણી રાત્રે ખીલી ઉઠે છે. જ્યારે પ્રત્યેક પુષ્પો આખા દિવસ દરમ્યાન પોતાની સુંદરતા જાળવી રાખીને સુવાસ ફેલાવીને રાત્રે નિરાંત ભોગવે છે. ત્યારે બે પ્રેમી આત્માને આખા દિવસના ચાક અને સોટીમાંથી ઉગારી લેવા અને આખા દિવસની સતત ઘટમાળ પછી પણ બંને જીવો એકબીજાના સાનિધ્યમાં એવીને એવી તાજગી અને જીવનની સુંદરતા અને એક્બીજાના દિલના સંવેદનની નાજુકાઈ અનુભવી શકે. એટલે રાતરાણી રાત્રે મન મૂકીને ખીલી ઉઠે છે. જેથી તેની સુંદરતા અને એની મહેંક મંદ મંદ વહેતા પવનની સાથે ઝળહળ થતી ચાંદનીના તેમાં ચોમેર અત્ર તત્ર સર્વત્ર, જ્યાં જ્યાં સૃષ્ટિના સર્જનને પરિપૂર્ણ કરવા સર્જાયેલા બે પ્રેમી આત્માઓ વસેલા છે ત્યાં બધે પહોંચી જાય છે. અને એની પ્રતિતિ આપણને પરોઢમાં ખીલેલા પુષ્પોની પાંખડીઓ પર પડેલા ઝાકળ બિંદુઓની ભીનાશથી થાય છે. આવી ભીનાશ જ્યારે અનુભવાય ત્યારે સાત પગલા આકાશમાં નહીં પણ સ્ત્રી પુસ્રના સમન્વયાત્મક ચાર પગલા પૃથ્વી પર હશે, તો પૃથ્વી ઉપર જરા સ્વર્ગનું નિર્માણ થશે. અને ત્યારે જ આવી પંક્તિઓનું સર્જન ચશે. “પાન લીલુ જોયું ને, તમે યાદ આવ્યાં, જાણે મૌસમનો પહેલો વરસાદ જીલ્યો રામ..... ૯. રસ્તો કરીએ હું છેલ્લા ઘણા વર્ષોચી જોઈ રહ્યો છું કે, રાજકારણીઓ કેટલાક લાગણીતંત્રને આઘાત પહોંચાડનારા પ્રશ્નોને વારે-વારે જીવંત રાખવા પ્રયાસ કરતા હોય છે. ૧૫ વર્ષથી અખબારી નિકટતા અને કારકિર્દીમાં પણ જોયું છે કે શહેર, રાજ્ય કે દેશ હોય.... ઠેર ઠેર ચૂંટણી ટાંણે કેટલાક સાંવેદનિક પ્રશ્નો ખડા થઈ જાય છે. મંદિર-મસ્જિદના ક્લાત્મક ચિત્રોમાં કળાને ન શોધતાં આપણે ચાંદ, લીંગ, તારો, ત્રિશૂલ શોધીએ છીએ. રામમંદિર - બાબરી મસ્જિદ વિવાદે હજ્જારોનો ભોગ લીધો. બે-પાંચના નેતૃત્વ એ ભારતને હચમચાવી નાંખ્યું. હું લોકોને મળું છું ત્યારે તેમના સૂર હોય છે, ‘રાજકારણીઓ ધર્મનું નિકંદન કાઢી રહ્યા છે, ધર્મના વિવાદો ઉભા કરી રહ્યા છે.' તો પછી જ્વાબદાર કોણ ? પ્રેક્ષકોના ભાષણોમાંથી મનોરંજન મળે છે. આ પ્રેક્ષકોનો દુરઉપયોગ

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75