Book Title: Atmanu Saundarya
Author(s): Shailesh Rathod
Publisher: Shailesh Rathod

View full book text
Previous | Next

Page 14
________________ પ્રેમ એટલે... પ્રેમ એટલે... પ્રેમ એટલે.... પ્રેમની કોઈ વ્યાખ્યા આપી ન શકાય. આપણા દિલને જ્યારે જ્યાં જ પરિસ્થિતિમાં પ્રેમ, આનંદ, સંતોષ અનુભવાય એ જ પ્રેમ. કહેવાનો અર્થ એ છે કે, માણસ જ્યારે, જે તે પરિસ્થિતિમાં અનુકૂલન સાધીને સામા પાત્ર સાથે એની ઈચ્છા, મહેચ્છાઓ સાથે પોતાના અસ્તિત્વને જોડી દે, અને ત્યારે જે આનંદ, સંતોષની લાગણી દિલમાં જન્મે તો તે પ્રેમ છે. સ્ત્રી અને પુત્ર આ સૃષ્ટિના સર્જનને પરિપૂર્ણ કરનારા બે મહત્વના અંગો છે. જેનાથી સૃષ્ટિની રમણિયતા એક સંપૂર્ણ આકાર ધારણ કરે છે. અને એટલે આ બંને અંગોએ સૃષ્ટિ પર પોતાની હકૂમત ચલાવવા માટે સૌ પ્રથમ એકબીજાનો સંપૂર્ણ સહકાર, હૂંફ અને ઐકય સાધવું પડે છે. બંને એકબીજાથી નોખા અને સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા જીવો છે અને છતાંય એ બંનેને એક નાજૂક તાંતણે જોડી રાખતું કોઈ સૂક્ષ્મ તત્વ છે. જેને પરિણામે બંને એકબીજા વિના રહી શકતા નથી, જીવી શકતા નથી. અને એટલે જે પુએ સ્ત્રીને અને સ્ત્રીએ પુત્રને સમજ્યા વિના ચાલશે જ નહીં. સ્ત્રી હૃધ્યથી વિચારનારી છે, અને નાની નાની બાબતો તરફ ચીવટથી ધ્યાન આપનારી છે. જ્યારે પુત્ર દિમાગથી વિચારે છે અને ભાવિના- લાંબાગાળાના આયોજનમાં માને છે. પુત્ર અને સ્ત્રી પોતાના અસ્તિત્વનો જ એક ભાગ છે, પોતાના હાડમાનું હાડ છે. એવી અનુભૂતિ કરીને પુત્ર સાથે ઓતપ્રોત થવા ઝંખતી હોય છે. જ્યારે પુત્ર પોતે કરેલા આયોજનોમાં અનુકૂળતા પ્રમાણે સ્ત્રીની ઝંખના કરતો હોય છે. સ્ત્રી-પુત્ર આ સંસાર રથને ચલાવનારા બે પૈડા છે. જે માર્ગમાં આવતી કંઈ કેટલીય ખાડા ટેકરા રૂપી સમસ્યાઓને પોતાની વચ્ચેના પ્રેમની તાકાતના જોરે હલ કરતા રહે છે. આ બધાની વચ્ચે સ્ત્રી-પુરુ એકધારી મંદગતિથી વહેતા ઝરણાં અખ્ખલિત પ્રવાહની માફક એકબીજા વચ્ચે પ્રેમનો, લાગણીનો, હૂંફનો ઝરો કાયમ જીવતો રાખે છે. બંનેનું સાનિધ્ય એકમેકને ઝંકૃત કરી મૂકે છે, અને છતાંય આ બંને જીવોની વચ્ચે સ્વતંત્રતારૂપી મોકળાશ પણ એટલી જ અનિવાર્ય છે. સૃષ્ટિના સર્જનમાં છતાંય કાયમ એકમેકના બનીને રહેવું હશે તો બંને વચ્ચે મિલનના ગાળા પાડવા પડશે. બંને જીવોએ એકમેકના અલગ અસ્તિત્વ, અલગ વ્યકિતત્વન અને અલગ ગમા-અણગમાનો સંપૂર્ણ સ્વીકાર કરવો પડશે. સ્ત્રી-પુરરૂપી આ ભિન્ન ભિન્ન છોડને પોતાની આગવી સુંદરતા લઈને ઉછરવા દેવા પડશે; સંપૂર્ણ વિકસાવવા દેવા પડશે. અને વિકાસની પ્રક્રિયામાં પણ સ્ત્રીએ પુત્રનો અને પુએ સ્ત્રીના આધારરૂપી હાથને છોડવાનો નથી. અને હા ! બંને એકબીજાની પ્રેરણા વિના વિકસવાના નથી, એ પણ એટલું સત્ય છે. મારી કલમે શબ્દો ફરવા એ પણ મારા પ્રિય પાત્રની પ્રેરણાના પ્રતાપે જ. એક એક મુશ્કેલીઓ, સમસ્યાઓ અને દુ:ખોમાં એકપાત્ર બીજા પાત્રનો સાથ, સહારો, તો શોધવાનો જ. આ સાથમાં એક ગજબની તાકત હોય છે. મુશ્કેલીમાં આવી પડેલા પાત્રનું પોતાનું પ્રિયપાત્ર માત્ર “હું છું ને’ એટલા જ

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75