Book Title: Atmanu Saundarya
Author(s): Shailesh Rathod
Publisher: Shailesh Rathod

View full book text
Previous | Next

Page 11
________________ કથન-શ્રેષા સાથે હિચકો ઝૂલતો હતો... હળવે હળવે ત્યાં જ કથને શ્રેયાને કહ્યું “પ્લીઝ શ્રેયા સામે ખૂરશી પર બેસીશ?’ વાતચીત દરમ્યાન તું મારી સામે બેઠી હોય અને હું તને બરાબર જોઈ શકું, તો જ મને મજા આવશે ! જગ્યા બદલવાની એક નાનકડી વાત છતાં કેટલી સલુકાઈ અને સરળતાથી કર્થને કરી : વાસ્તવમાં થનને મોટા હિંચકા ખાવાનો શોખ, શ્રેયાને ચિંકાનો જ શોખ નહિ પણ કથનને ગમે છે માટે જ તે ત્યાં બેઠી હતી. કથનને શ્રેયાનું નજીક બેસવું ગમે જ. પણ પોતે મોટા ચિંકા ખાશે તે મૈયાને ફાવશે નહીં છતાં પોતાને ખાતર સહન કરશે. આ પણ ક્શનને ચતું નહોતું. સ્પષ્ટ શબ્દોમાં ક્શન કહી શક્યો હોત, ‘શ્રેયા, તું સામે બેસ, મારે મોટા હિચકા ખાવા છે અને કથનનું કહેવું માની શ્રેયાએ તરત જ જગ્યા બદલી હોત પણ સહેજ નારાજ થઈને કથન તેને રાપણ નારાજ કરવા માંગતો નહોતો. અને તેણે કહ્યું, ‘હું બરાબર જોઈ શકું...” ગ્યા બદલવાનું સુચન કેટલી અલગતાથી ને સરળતાથી કર્યું કે વાતને આખો ભાવ જ બદલાઈ ગયો ! નાની અમથી વાતમાં પણ એકબીજાની લાગણીને ઠેસ ન પહોંચે તેની કાળજી, એટલું જ નહીં એકબીજાને રાજી રાખવાની ચડસાચડસી ! અરસપરસની કાળજી અને એકબીજામાં ઓતપ્રોત! વિશેષ તો આ બધું આપોઆપ સહજ પણે હદયમાંથી ઉદભવે. આમાં પ્રયાસનો કે કૃત્રિમતાનો સહેજેય અંશ નહિ. કેટલું પ્રસન્ન દાંપત્ય ! ચિકા પર એક્બીજાની લગોલગ બેઠા હતાં. ત્યાંથી સામ સામે બેસવાનું હતું. પણ વધારે નજીક આવવા માટે. કથને કહ્યું અને શ્રેયા સમજી ગઈ. શ્રેયાએ પગથી ઠેસ મારી હિચકો ઉભો રાખ્યો. ખીલું ખીલું થતાં ચહેરે નીચે ઉતરી, સાડીનો પાલવ, સહેજ સંકોર્યો, ખુરશી ખસેડી બરાબર ચિંકની સામે લીધી. તેના પર ઠસ્સાથી બેઠી અને કથને કહ્યું : “લે, હવે બિલકુલ તારી સામે બેઠી છું. કથન, તુ ખરેખર પ્રેમાળ છે, મૌન તારી વાણી છે... અભિવ્યકત છે... ને છતાંય, તું બોલે છે ત્યારે કેટલું રસમય ! લે, હવે તો મને બરાબર જોઈ શકે છે ને શ્રેયાએ કથનના વ્યકિતત્વની વાત અને ઘટનાને સાંકળીને કહ્યું... કર્થને એટલી જ ખુશીથી કહ્યું : “હા, તને જોઈ શકું છું, સાંગોપાગ માત્ર તને જ નહિ, તારી આંખોમાં મને પણ જોઈ શકું છું.” એક મધમધતું દાંપત્ય આ છે... અને, રાતરાણીની આહલાદક સુગંધ વધુ પ્રસન્ન બની ચોમેર પ્રસરી ગઈ.

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75