Book Title: Atmanu Saundarya Author(s): Shailesh Rathod Publisher: Shailesh Rathod View full book textPage 6
________________ બાપનું દિધેલ ખેતર આર્શીવાદરૂપ હતું. બાર મહિનાનું અનાજ અને શાક્ભાજી ઘર આંગણે જ મ્હોરી ઉઠતાં એટલે જીવન નિર્વાહની ચિંતા નહીં. એક દિવસ એક બિલ્ડરે ૧૮ લાખમાં ખેતરની માંગણી કરી. વચેટભાઈએ વિરોધ નોંધાવ્યો છતાં બીજા ભાઈઓએ સમજાવી વેચાણ માટે સમત ર્યો. થોડા જ દિવસોમાં તોતિંગ જેસીબી યંત્રો અને બુલડોઝરે ખેતરને સમતલ બનાવી દીધું. ખેતરની ચોમેર પથરાયેલા તમામ ઘર તોડી પડાયા. તમામ ભાઈઓના ભાગે ત્રણ-ત્રણ લાખ રૂપિયા આવ્યા. ભાઈઓએ અન્ય સ્થળે માન બનાવ્યા, રીક્ષા લીધી, લગ્ન કર્યા... નાણાં વપરાઈ ગયાં. એક ભાઈએ ઘર તો બનાવ્યું પણ બારી-બારણાંના પૈસા ન રહેતાં ખોખામાં રહેવું પડે છે. આ ભાઈની પત્ની પેલા બિલ્ડર સામે આક્રંદ કરતી હતી, ‘તમે અમને છેતર્યા છે. મારા છોકરાં મઢમાં સૂઈ નથી શક્તા, તાવમાં ડે છે.' પેલા બિલ્ડરે આ જમીન ૩૬ લાખમાં અન્ય બિલ્ડરને વેચી મારી. તેના બાળકો કૉલીસ ગાડીમાં લસા કરતાં જીવે છે. કેટલીક્વાર આપણે ખોટો નિર્ણય લેતા હોઈએ છીએ. જેના પર બેસો તે ડાળ ન કાપો. બીજુ દૃષ્ટાંત જોઈએ. ઉત્તર અમેરિકા એક કાળે બ્રિટનનું સંસ્થાન હતું. ત્યાં વસતા લોકોએ પોતાની સ્વતંત્રતા માટેનું યુદ્ધ ૧૮મી સદીના પાછલા ભાગમાં શરૂ કરેલું. બળવાખોરોને જેર કરવા આવી રહેલા બ્રિટિશ લશ્કરની આગેકૂચ અટકાવવા માટે એક પુલ ઉડાવી દેવાનો હતો. નાગરિક સેનાની એક ટુક્ડી એ પુલનાં લાકડાં સંભાળીને છૂટાં પાડતી હતી અને તેને ઠરાવેલા સ્થળે લઈ જઈ વ્યવસ્થિત રીતે ગોઠવતી હતી. તે વખતે બળવાખોર લશ્કરની એક ટુક્ડી ત્યાં મદદ માટે આવી પહોંચી. તેના અફસરે પેલી નાગરિક સેનાના નાયકને પૂછ્યું : “આ બધાં લાકડાં છૂટાં પાડીને તેને વ્યવસ્થિત રીતે સંતાડી રાખવાની ખટપટમાં પડવાને બદલે ઊભા પુલને બાળી મૂકીએ, તો કેટલી બધી મહેનત બચી જાય !” નાયકે મોં પર દુ:ખ લાવીને કહ્યું : “પુલને બાળી નાખીએ ? આ પુલને ? અરે, મારા સાહેબ ! પંદર વરસ પહેલાં આ પુલ મારા બાપાએ બાંધેલો. અમારા વિસ્તારમાં એ સૌથી મજબૂત પુલ ગણાય છે. ભલે તે બહુ મોટો નથી, પણ છે અડીખમ. એને કાંઈ બાળી નખાતો હશે ? દુશ્મન અંગ્રેજોનું છે લશ્કર અહીંથી એક વાર પસાર થઈ જાય, એટલે પછી આવીને તરત અમે પુલ જેવો હતો તેવો પાછો ઊભો કરી દેશું. તમે જોજો તો ખરા, એકએક લાકડું, એકએક ખીલો જ્યાં હતાં ત્યાં બરાબર ગોઠવાઈ જશે ! આ લડાઈ તો બે-પાંચ દિવસની બાબત છે. પણ મહેરબાન, યાદ રાખજો કે હું અને તમે ક્યારનાય મરી પરવાર્યા હશું ત્યારે પણ મારાં પોતરાં આ પુલ પર થઈને જ્યાં-આવતાં હશે !” આ બન્ને દૃષ્ટાંતોમાં નિર્ણય શક્તિનો વિજ્ય થયો છે. આંબાની કેરી ખાતાં-ખાતાં આંબો કાપવાનો વિચાર ન કરતાં બીજો આંબો રોપવાનો વિચાર કરવો જોઈએ. ૩. પ્રભુના નામે પાપ મારૂં ઘર આગથી બચી ગયું છે, માટે ઈશ્વરને પ્રાર્ચના કર્યા કરુએ પણ મોટું પાપ છે. પોતિકા કરતાં અન્ય માટે કરવામાં આવતી પ્રાર્થનાથી ઈશ્વર વધુ સમીપ આવે છે. સ્વાર્થી દુનિયામાં એક માચિસ પેટના ખૂણામાં અન્નો દાણો નાંખી શકે છે ને સાથે સાથે જિંદગીની માઈને ક્ષણવારમાંPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 75