Book Title: Atmanu Saundarya
Author(s): Shailesh Rathod
Publisher: Shailesh Rathod

View full book text
Previous | Next

Page 5
________________ ૧. અંતરાત્મા આપણે આપણા દોષો તરફ ન જોતાં અન્ય તરફ સૌથી વધુ અંગુલિનિર્દેશ કરીએ છીએ. શિક્ષણમાં ડોનેશન લઈ તાગડધિન્ના કરતો, વધુ ફી ઉઘરાવતો આચાર્ય નિવૃત્ત થાય ત્યારે વિદાય સમારંભમાં શ્રોતાઓને સિધ્ધાંતો સમજાવે છે. ૨૦-૨૫ રૂ. ની રોકડી કરતો હવાલદાર ભારતમાં પ્રજાને રાહ ચિંધે છે. ચવાણું ખવડાવી ખુરશી પર બેઠેલા નેતા પોતાના મળતિયાઓ, ધાર્મિક કાર્યકરોની ઉચ્ચ હોદ્દાઓ ઉપર નિમણુંક કરે છે. આવા અધિકારીઓ, ન્યાયાધિશોના ન્યાયમાં કેટલો વિશ્વાસ રાખી શકાય ? વિદ્યાર્થીઓને જાહેરમાં ક્રૂર સજા કરતો શિક્ષક શાળાએથી છૂટી જુગાર રમે, અનૈતિક સંબંધ બાંધે.. તેમાં કઈ નૌતિકતા ? સજા કરવાનો કે કોઈને દોષી ઠેરવવાનો અધિકાર માણસને નથી. એકવાર ભગવાન ઈસુ ખ્રિસ્ત એક ગામના ભાગોળમાંથી પસાર થતા હતા. ત્યાં તેણે એક દેશ્ય જોયું. એક નિરાધાર અબળા થર થર કંપતી ઊભી હતી. સામે ગામના કહેવાતા આગેવાનો હાથમાં પથ્થર લઈ ઊભા હતા. ધોળા બાદશાહ જેવા કપડાવાળા એક આગેવાને આગળ આવી કહ્યું : “આ સ્ત્રી કલંકિની છે. દુર્ગુણોની ખાણ છે. અનાચાર આચરનારી છે. ગામના યુવાનોને તેણે ભ્રષ્ટ કર્યા છે. તેના અપરાધો અગણિત છે. ભાઈઓ ! એના આ ભારે ગુન્હા બદલ દરેક જણ તેને એક એક પથ્થર મારો. ભલે આ કુલટા મરી જતી !' ભગવાન ઈસુએ અનુકંપા થઈ અને લોકોના આવા અણસમજભર્યા કૃત્યથી આશ્ચર્ય થયું. તેણે લોકોને અટકાવ્યા અને વિનંતી કરતા કહ્યું, “બંધુઓ ! તમે જે સજા કરવા તૈયાર થયા છો તે અંગે મારે તમને કાંઈક કહેવું છે. તમે આ અબળાને પથ્થર મારી જરૂર મારી નાખો. પણ દરેક જણ પોતાના અંતરાત્માને પૂછો. જેણે અત્યાર સુધીમાં એક પણ પાપ ન કર્યું હોય તે પથ્થરનો ઘા પહેલો કરે.” સંતનું આ વાક્ય સાંભળી બધા વિમાસણમાં પડ્યા. અને એકબીજાને મુખ સામું જોઈ પથ્થર નીચે ફેંકી ચાલતા થયા. થોડા વખત પછી પાદરમાં કોઈ ન હતું. હતાં ફકત નયનમાંથી પ્રેમામૃત વહાવતા સંત અને તેના ચરણમાં ઝૂકી પડેલી પેલી નિરાધાર નારી ! કહે છે કે ભગવાન ઈસુના પારસ-સ્પર્શ કથીર જેવી એ હલકી નારી કાંચન જેવી પરમ સાધ્વી બની ગઈ. પરંતુ ગામના કહેવાતા આગેવાનો દૂર ભાગ્યા તો કથીર જ રહ્યા ! આપણે આપણાં અંતરાત્માને પૂછીને ચાલીશું તો ક્યારેય કોઈ દોષી નહીં દેખાય. ૨. સાચો નિર્ણય ખંભાતમાં મારા ઘરની બાજુમાં બાર વિઘાનું વિશાળ ખેતર. છ ભાઈઓ સહિયારી ખેતી કરે. ઝુંપડામાં રહીને પણ સુખેથી જીવન જીવે. દિવાળીમાં ઝાકમઝોળ હોય તો ઉતરાયણે કલશોર.

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 75