Book Title: Atmanu Saundarya
Author(s): Shailesh Rathod
Publisher: Shailesh Rathod

View full book text
Previous | Next

Page 7
________________ નેસ્તનાબૂદ પણ કરી શકે છે. ઈશ્વર સનાતન સત્ય છે... ચર્ચ, મંદિર, મસ્જિદની પ્રાર્થના કે ઈબાદત વિના જો તમે તમારા હૃદયના ખૂણામાં તેને સાચવી શકો તો ખરું વર્તમાન સમયને જોતાં લાગે છે કે ઈશ્વર આપણી પરીક્ષા કરી રહ્યો છે. મનેલાગે છે કે ઈશ્વરના રાજ્યમાં આટલી કરોડોની સંખ્યાને સમાવવા માટે જગ્યા નથી. અને કદાચ એટલે જ ઈશ્વર વણી વીણીને સ્વર્ગના સાનિધ્યમાં પૂણ્યજનોને પહોંચાડવા માંગે છે.એક દ્રષ્ટાંત... “તમે શા માટે હંમેશા પ્રભુ પાસે માફી માગ્યા કરો છો ? એક ભકતે સન્યાસીને પૂછયું. બેટા, આ તો ટેવ પડી ગઈ છે !” સન્યાસીએ કહ્યું. “ગુરૂદેવ , આ શબ્દો એટલી નિષ્ઠાથી ઉચ્ચારો છો કે તેમાં ઉંડુ રહસ્ય હોવું જોઈએ.” “સાચે જ એમાં રહસ્ય છે ખરું!” સન્યાસીએ કહ્યું, “ત્રીસ વર્ષ પૂર્વે હું શહેરનો વેપારી હતો. એક દિવસ બપોરે મારી દુકાન બંધ કરી, મારે ઘેર ગયો ત્યાં મેં સાંભળ્યું કે જે વેપારી વિસ્તારમાં મારી દુકાન હતી ત્યાં આગ ફાટી નીકળી છે. તરત જ હું મારા ઘરેથી મારી દુકાન તરફ દોડવા લાગ્યો.” સન્યાસી થોડીવાર થોભ્યા અને ફરી બોલવા લાગ્યા : “દોડતો હતો ત્યાં એક માણસે મને રોક્યો અને કહ્યું : તમારે દોડવાની જરૂર નથી.” “શા માટે ?” મેં પૂછયું. “કેમ કે તમારી દુકાન આગથી બચી ગઈ છે, જ્યારે બીજાની દુકાન બળી ખાખ થઈ ગઈ.” ... હું અત્યંત રાહતથી બોલી ઉઠ્યાં “આભાર પ્રભુ ! ..” પરંતુ બેટા, મને તરત જ મારી ભયંકર ભૂલ સમજાઈ કે મારા તેમના પ્રત્યેના આભાર વડે, મેં તેમને કેવળ મારી દુકાન બચાવવા માટે જ નહીં, પણ બીજા લોકોની દુકાન બાળી નાંખવા માટે ય જવાબદાર ઠરાવ્યા !... તેથી જ હૂં છું. પ્રભુ મને ક્ષમા કર, ક્ષમા કર !” કેટલીક વાર આપણે કયાં અને કયારે પ્રભુના નામે પાપ કરી બેસીએ છીએ તેની આપણને ખબર પણ હોતી નથી. ૪. મૃણુ બેન્જામિન ફ્રાન્કલિનના છેલ્લા શબ્દો હતા, “મૃત્યુ હાથવેંતમાં હોય ત્યો મનુષ્ય સુગમતાપૂર્વક કાંઈ જ નથી કરતો.” સમયનો દુરુપયોગ એ વિશ્વનો સૌથી મોટો ગુનો છે તે મૃત્યુ સાબિત કરી આપે છે. મૃત્યુના સમય પહેલાં વ્યકિત શાંત બની જાય છે કારણકે સત્વવિરોધી વ્યકિતત્વનો સમય પૂરો થઈ ગયો હોય છે. એક દિવસ હૃદય હુમલો' લેખ વાંચ્યો. તેમાં લખ્યું હતુ કે, “હાર્ટ એટેક'નું મુખ્ય કારણ મનના વિચારો છે. તમે હૃદયના દુ:ખાવાની અને મૃત્યુની કલ્પના કરશો તો વિચારો હૃદયને ઝંપવા નહીં દે. વધુ પડતો ગુસ્સો, નાનપણથી જવાબદારીનો સ્વીકાર, વધુ પડતું કામ.... વગેરે “ાર્ટ એટેક માં જવાબદાર

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 75