________________
હિન્દુસ્તાનમાં ઉપશમભાવમાં આવ્યા હોય, જ્યારે કોઈક જ ક્ષયોપશમભાવવાળા હોય. એને જેવું બોલે એવું દેખાય. ‘દાદા શરણમ્ ગચ્છામિ' બોલે તો દાદા દેખાય, શરણું લીધેલું દેખાય. બોલતાની સાથે ચિત્તવૃત્તિ તે પ્રમાણે બતાડે. બોલતાની સાથે તે રૂપ થઈ જાય. ‘શુદ્ધાત્મા છું’ બોલે, તેવું મહીં બોલતાની સાથે ક્ષાયકભાવવાળાને દેખાય.
ક્ષાયકભાવનું ફળ સહજ પરિણામી પુદ્ગલ અને સહજ પરિણામી આત્મા, એટલે બેઉ પારિણામિક ભાવમાં આવી જાય.
શુદ્ધાત્માના પારિણામિક ભાવ એ જ્ઞાતા-દ્રષ્ટા જ છે.
જેટલી ફાઈલોના નિકાલ થઈ જાય એટલો પારિણામિક ભાવ ઉત્પન્ન થાય. (જડ અને ચેતન) બેઉના પારિણામિક ભાવ થઈ ગયા કે કેવળજ્ઞાન.
વ્યવસ્થિત શક્તિ એ પારિણામિક ભાવ નથી, એ તો સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સનું પરિણામ છે.
પરમ પૂજ્ય દાદાશ્રીની દશા અને ભગવાન મહાવીરની પારિણામિક સત્તામાં ફેર નથી, ફક્ત કેવળજ્ઞાનમાં ભેદ છે. ભગવાનને સર્વાંશે કેવળજ્ઞાન હોય, જ્યારે દાદાશ્રીને ચાર ડિગ્રી કેવળજ્ઞાનમાં કમી હતી.
[૮.૬] સ્વસમય-સ્વપદ
અજ્ઞાનતામાં પોતે માને કે ‘હું ચંદુલાલ છું’, તો એ નિરંતર પરસમયમાં જ છે. ‘હું શુદ્ધાત્મા છું’ ભાન થયા પછી સ્વસમયમાં છે.
જ્ઞાની પુરુષની આજ્ઞામાં સંપૂર્ણ રહે, પોતાના સ્વરૂપમાં જ રહે, પરક્ષેત્રે પેસે નહીં, એ સ્વસમયમાં જ રહે.
સ્વસમયવાળો ‘સ્વ’ સિવાય મનની, દેહની પારકી પંચાતમાં પડે નહીં કે આ દેહ માંદો છે કે સાજો છે.
‘હું ચંદુ’ તો અપદ, એ મરણપદ. અપદવાળો ભક્તિ કરે તે ભક્ત. અને ‘હું શુદ્ધાત્મા’ તો સ્વપદ. સ્વપદમાં બેસીને સ્વની ભક્તિ કરે તે ભગવાન. સ્વપદ એ અમરપદ.
49