________________
૨૩૪
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
આવતા જાય છે. જેટલી ફાઈલોનો નિકાલ થાય એટલો પારિણામિક ભાવ ઉત્પન્ન થાય. અને બેઉ પારિણામિક ભાવમાં આવ્યા, બેઉ પરિણામ ભાવી થઈ ગયા એનું નામ કેવળજ્ઞાન છે.
પ્રશ્નકર્તા અને પોતાના ભાવમાં રહી ગયા એટલે કેવળજ્ઞાન.
દાદાશ્રી : સ્વપરિણામ ને સ્વપરિણામી હોય તો થઈ રહ્યું, ખલાસ થઈ ગયું. એવું આ જગત છે, બહુ સમજવા જેવું.
વ્યવસ્થિત તથી પરિણામિક ભાવ પ્રશ્નકર્તા: આપે કહ્યું કે આ વ્યવસ્થિત એ પારિણામિક ભાવ નથી એ સમજાવો.
દાદાશ્રી : વ્યવસ્થિત તે પારિણામિક ભાવ નથી. ઈટ ઈઝ ધી રિઝલ્ટ ઑફ સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિન્ડસ. તમે ક્લાસિસવાળા શું અર્થ કરો આનો, રિઝલ્ટ ઑફ સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિન્ડસ ?
પ્રશ્નકર્તા ઃ રિઝલ્ટનો અર્થ આમ તો પરિણામ થાય.
દાદાશ્રી : સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિન્ડસનું એ રિઝલ્ટ છે અને પારિણામિક ભાવ તો બહુ ઊંચી વસ્તુ, જુદી વસ્તુ છે. તમને સમજાયા પારિણામિક ભાવ ?
પ્રશ્નકર્તા: જી, એ છ તત્ત્વને જ હોય.
દાદાશ્રી : હવે આ વિશેષણ ક્યાં લાગુ થાય ? તે અમુક જગ્યાએ જ લાગે.
પારિણામિક શક્તિ-સતા દાદાતી, ત્યાં કામ કાઢી લો પ્રશ્નકર્તા: દાદા પાસે સતત ચિત્ત રહે છે એનું કારણ શું ?
દાદાશ્રી : એ બધી અલૌકિક શક્તિઓ છે. પણ હવે આપણે એ રહે છે એનો લાભ ઉઠાવી લેવાનો.