________________
[૧૫] તિર્વિકારી-અતાસક્ત
[૧૫.૧] વિકારી-તિર્વિકારી
આત્મા તિર્વિકારી, પણ અહંકારી ચિંતવને થાય વિકારી
પ્રશ્નકર્તા : આત્મા નિર્વિકારી છે, તો પછી આ જીવાત્મા બધા વિકારી કેવી રીતે થાય છે ?
દાદાશ્રી : આત્માનો (અજ્ઞાનતામાં) એક ગુણ એવો છે, કે જેવો ચિંતવે તેવો જ થઈ જાય. આમ મૂળ ગુણ નિર્વિકારી છે, પણ એ ચિંતવે કે ‘હું વિકારી છું’ તો વિકારી થઈ જાય. મૂળ ગુણ જાય નહીં, પણ ચિંતવેલો ગુણ નાશ પામે.
પ્રશ્નકર્તા ઃ એટલે આ વિકારી અથવા નિર્વિકારી એ પોતે જ થાય છે ?
દાદાશ્રી : આમ સંજોગો બાઝે ત્યારે વિકારીય થઈ જાય. એ પોતે કહેય ખરો, મારો સ્વભાવ વિકારી છે. અને નિર્વિકારીય થઈ જાય, આમ સંજોગો બાઝે તો.
પ્રશ્નકર્તા ઃ એ કોણ ?
દાદાશ્રી : અહંકાર.