________________
(૧૮) સિદ્ધ સ્તુતિ
આપણી જાતની જ પ્રભાવના કરવાની. કેવી ? જાતની જ. આ આરતીયે જાતની છે, પ્રભાવનાય જાતની છે. બધું જાતનું જ છે આ.
સિદ્ધ થવા પ્રજ્ઞા રોજ કરાવે સિદ્ધ સ્તુતિ
સિદ્ધ સ્તુતિ રોજ કરવી જ જોઈએ. એ સ્તુતિ કરવાની છે, આપણે સિદ્ધ થવું છે (માટે). જે થવું હોય તે સ્તુતિ કરો. ચંદુભાઈને કરાવડાવવાની, આપણે તો થઈ ગયા છીએ. આપણે પ્રજ્ઞાએ તો કરાવડાવવાની ચંદુભાઈને, હુંને કહીએ, ‘તમે કરો ને અમારા જેવા થાવ. પછી તમેય છૂટા ને અમેય છૂટા. સરખે સરખી ભાગીદારી આપણી. તમે પુદ્ગલ સ્વભાવના, અમે ચેતન સ્વભાવના.’
૩૬૧
આમાંય તમારે બોલાવવાનું ચંદુભાઈને. બોલો, ‘હું શુદ્ધાત્મા છું.’ એટલે એનો પડઘો પડે. અને હું બોલતો હતો તેવી રીતે બોલાવડાવવાનું. ફાવશે કે નહીં ફાવે ? કે હું બોલાવડાવું ? રોજે રોજ હું બોલાવડાવવા આવું કે ? તમે બોલાવડાવશો ને ?
અમે સિદ્ધ સ્તુતિ કરી'તી ને, તે આવડે કે ના આવડે બધાને ? પ્રશ્નકર્તા : આવડે ને.
:
દાદાશ્રી : એ પચ્ચીસ-પચ્ચીસ વખત એ (વાક્યો) ‘અનંત જ્ઞાનવાળો છું, અનંત દર્શનવાળો છું, અનંત શક્તિવાળો છું, અનંત સુખધામ છું,' અને બીજા પછી પાંચ-પાંચ વખત બધું. એમ કરીને પૂરું કરો. જેવી રીતે આવડે તેવી રીતે, એનો કશો વાંધો નહીં. તમતમારે કરોને. હું બેઠો છું, જાતે બેઠો છું ને પાસ મારે કરવાના છે ને ! તમને આવડે એવી રીતે કરો. કારણ કે તમારી ભૂલ થાય, એ મૂળ તો મારી જ ભૂલને !
પ્રશ્નકર્તા : નહીં ભૂલ થાય, દાદા. ભૂલ કેમ થાય ?
દાદાશ્રી : હા, ભૂલ થાય વખતે કો'કની પણ મૂળ તો મારી જ ભૂલને. મેં એને શીખવાડ્યું નહીં, તેથી ભૂલ થઈને !