________________
(૧૮) સિદ્ધ સ્તુતિ
‘હું અગુરુ-લઘુ સ્વભાવવાળો છું' તેમ બોલો એટલે સાફ. સાયન્સ છે આ તો. એવું છે ને કે આ બટન દબાવવાથી આ પંખો ચાલે. એ બટનને બદલે બીજું દબાવીએ ત્યારે ઘંટી ચાલુ થઈ જાય. માટે આપણે બટનો સમજી લેવાના છે બધાય. પછી આગળ શું કહે છે ?
લોભ-લાલચના પ્રસંગે બોલવું, ‘હું અનંત ઐશ્વર્યવાળો છું'
૩૫૫
પ્રશ્નકર્તા : પછી કોઈવાર લોભની ગાંઠ ફૂટે, લાલચના પ્રસંગ આવવા માંડે એવા વખતે ‘હું અનંત ઐશ્વર્યવાળો છું, હું અનંત ઐશ્વર્યવાળો છું, હું અનંત ઐશ્વર્યવાળો છું.' એ બોલવાથી એ બધા (લોભના) પરમાણુઓ ખરતા જાય. એની અસર ના થાય.
દાદાશ્રી : પછી... ?
પ્રશ્નકર્તા ઃ પછી કોઈવાર બહુ વધારે પડતા ફાલતુ વિચારો કે એવા આવવા માંડે કંઈ, મગજ તર (ભારે) થઈ જાય, કંઈ સૂઝ ના પડે, બહુ જ વિચારો એવા આવ્યા કરે ત્યારે ‘હું નિર્વિચારી છું, હું નિર્વિચારી છું, નિર્વિચારી છું, નિર્વિચારી છું' એમ બોલવાથી એ બધા ઊડી જાય બધા.
સિદ્ધ સ્તુતિ દૂર કરે, પુદ્ગલતી હુકુમત
દાદાશ્રી : આવો અભ્યાસ કરેલો નહીં, નહીં ?
પ્રશ્નકર્તા : આ બધી આવી સૂઝ ક્યાં પડી હોય, દાદા ? સૂઝ ના પડી હોયને આવી બધી.
દાદાશ્રી : મહીં જૂના મહાત્મા હોયને, તે બધા કરી ગયેલા આ. આ તો નવા મહાત્મા આવે છે તે રહી જાય છે. કો’ક કહેશે, ‘ભઈ, આખો દહાડો શું પુસ્તક વાંચવા ?” તે આખો દહાડો આ પોતાના ગુણધામનું વર્ણન કર્યા કરવાનું છે.
કૃપાળુદેવે જે કહ્યું છે એ બધું જ વર્ણન આવી ગયું છે મહીં. હવે એ સમજો તો ને ! બાળકના હાથમાં રાજની લગામ આપે પણ હવે સમજવા તો પ્રયત્ન કરવો જોઈએને ! તો રાજ ટકે. નહીં તોય રાજ કોઈ