________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
લઈ લેવાનું નથી. પણ સ્વાદ ના આવે એનો, સ્વાદ આવે નહીં રાજાનો. થોડી-થોડી સમાધિ રહે છે ને ? થયું ત્યારે ! એમ કરતા કરતા પણ આ બધું સમજી લેશો અને આખો દહાડો નવરાશ હોયને ત્યારે આત્માના પોતાના ગુણ ગા-ગા કરવા એટલે પુદ્ગલ બંધ થઈ ગયું.
પ્રશ્નકર્તા : પુદ્ગલ બંધ થઈ ગયું !
દાદાશ્રી : હા... પુદ્ગલની હુકુમતમાંય ના રહ્યા. પોતાના સ્વક્ષેત્રમાં વાત થઈ. એ પોતાના ગુણોનું વર્ણન કર્યા જ કરવું. એને સિદ્ધ સ્તુતિ કહી છે ભગવાને. પોતાના ગુણો જ ‘હું અનંત જ્ઞાનવાળો છું’ એવું પચ્ચીસ-પચાસ વખત બોલી, ‘હું અનંત દર્શનવાળો છું' એમ પચ્ચીસપચાસ વખત, પછી ‘હું અનંત શક્તિવાળો છું, અનંત સુખનું ધામ છું. અવ્યાબાધ સ્વરૂપ છું, અમૂર્ત છું, સૂક્ષ્મ છું, અગુરુ-લઘુ સ્વભાવવાળો છું, અવિનાશી છું, અવ્યય છું, અચ્યુત છું, અરૂપી છું, ટંકોત્કીર્ણ છું’, ટંકોત્કીર્ણ તો સો-સો વખત બોલવું જોઈએ. ટંકોત્કીર્ણ એટલે શું કહે છે કે મારે પુદ્ગલ સાથે લેવાદેવા જ નહોતી પહેલેથી. તો પછી પુદ્ગલ સમજી જાય કે આપણી જોડે વ્યવહાર તોડી નાખ્યો આ લોકોએ. આ તો આવું બોલવું જોઈએ આપણે કંઈક... સાયન્સ છે ને આ તો. સાયન્સના પ્રમાણે, કહ્યા પ્રમાણે કરે નહીં, તો પછી એનું ફળ આવું મળે નહીં. આ તો ભગવાન મહાવીર જેવું રાખે એવું છે, પણ આ એવું છે ને કરો તો ને ?!... આજ્ઞા એ જ ધર્મ રહ્યું. આપણે અહીંયા આગળ બીજું કશું રહ્યું નહીં. બોલો, હવે પછી શું કહે છે ?
શારીરિક ખોડ વખતે બોલવું, ‘હું તિર્તામી છું'
પ્રશ્નકર્તા ઃ કોઈવાર શરીરનો આકાર બદલાઈ જાય, કંઈ વાગ્યું હોય કે એમ કંઈ થયું હોય, પગ-બગ લંગડાઈ ગયો તે વખતે ‘હું નિર્નામી છું, હું નિર્નામી છું, હું નિર્જામી છું, હું નિર્નામી છું' એ રીતે બોલવાથી આ ટંકોત્કીર્ણવત્ એના જેવી જ અસર થાય આ તમને. ‘પોતે’ ને આ બન્ને ભિન્ન જ છે. સંપૂર્ણ અનુભવમાં આવી જાય એ રીતે. એટલે શ૨ી૨ને જે થયું એની અસર ના રહે, કોઈ પણ પ્રકારની. હવે પાછું આ જ્ઞાન કેવું
૩૫૬