________________
(૧૪) આત્મા થર્મોમિટર જેવો
૩૧૯
ચડ્યો કેટલો ને તાવ ઊતર્યો કેટલો બધું જાણે. કષાય ચડ્યા કે કષાય ઊભા થયા તે બધું જ જાણે. બધી જ વસ્તુ જાણે. શું શું ઊભું થયું તેય જાણે. એનો પાછો સમભાવે નિકાલ કરી નાખે. કારણ કે આપણી નિકાલી બાબત છે, નિકાલ (બીજે) કોઈ જગ્યાએ હોય નહીં.
પ્રશ્નકર્તા એનું કોઈ થર્મોમિટર ખરું કે આમ આગળ વધી રહ્યા છે કે નહીં, એ જાણવા માટેનું ?
દાદાશ્રી: એ થર્મોમિટર તો આત્મા જ છે. એ કહી આપે કે “હજુ બરોબર નથી. આટલે સુધી અનુભવ બરોબર છે. આત્મા થર્મોમિટરની માફક કામ કર્યા જ કરે છે.