________________
૩૫૨
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
મતિ મૂંઝાય ત્યારે બોલવું, “હું અનંત જ્ઞાતવાળો છું
પ્રશ્નકર્તા: કંઈ પણ, પ્રોબ્લેમ ઊભો થાય ત્યારે સમજણ પડતી ન હોય, જ્યારે મતિ મૂંઝાવે વ્યવહારે, ક્યાંક એવો વ્યવહારિક પ્રસંગ આવી પડે અને સમજણ ન પડે ત્યારે હું અનંત જ્ઞાનવાળો છું, અનંત જ્ઞાનવાળો છું, હું અનંત જ્ઞાનવાળો છું જોરજોરથી બોલે એટલે બધા પરમાણુ નીકળે. એકદમ સૂઝ પડવા માંડે, તરત જ, તે વખતે.
દાદાશ્રી : આવરણ આવ્યું હોય, તે ઊડી જાય બધું. પ્રશ્નકર્તા ઃ બધા વાદળા હટતા જાય.
દાદાશ્રી : પોતાના ગુણો બધા બોલવા જોઈએ. સ્વાભાવિક ગુણો છે એ. “અનંત જ્ઞાનવાળો છું,” “અનંત દર્શનવાળો છું એવું પચ્ચીસપચાસ વખત બોલવું જોઈએ. રોજ એ બધા ગુણો બોલવાનો અભ્યાસ કરવો જોઈએ. પછી આગળ શું કહે છે?
વેદના વખતે બોલવું, “હું અનંત સુખનું ધામ છું'
પ્રશ્નકર્તા: મન કે દેહની કંઈ વેદના થાય એ વખતે અસલ રીતે તો આમ નિશ્ચયથી નિર્વેદક. એટલે આત્મા નિર્વેદક છે, મન-શરીર વેદક છે. એને વેદના થાય. પણ એ વખતે હું અનંત સુખનું ધામ છું, હું અનંત સુખનું ધામ છું, હું અનંત સુખનું ધામ છું', જોરથી બોલો એટલે એ બધી વેદના હટી જાય. એનો જરાય ભાર ન લાગે.
દાદાશ્રી : પૂઠિયું કાચું હોય ત્યાં સુધી વેદકતા આવવાની જ અને તે ખૂબ જ પ્રમાણમાં આવે ત્યારે આત્માના ગુણ યાદ કર્યો જ જવા તો વેદકતા નાશ થશે. દરેકને વેદક આવ્યા જ કરે. પણ આ અજ્ઞાનીઓને દેખાય નહીં, જ્ઞાનીઓને દેખાયા જ કરે. તે વખતે તમે હાલી ન જશો. એવી સ્થિતિમાં શુદ્ધાત્માનું સ્મરણ અને તેના ગુણોનું રટણ કરવું.
એ પાંચ-પચ્ચીસ વખત બોલ્યા તો ચોખ્ખું થઈ જાય. આ તો વિજ્ઞાન છે. આપણે બધા પૂરેપૂરું વિજ્ઞાન હજુ સમજી લેતા નથી.