________________
(૧૪) આત્મા થર્મોમિટર જેવો
૩૧૭
ઉ. મારા બાપ રે. તે તારા બાપને શું કામ બોલાવ્યા દાઢ દુઃખે છે તેમાં મૂઆ ? કારણ કે પોતે ભોગવે છે તેથી.
અને જાણનાર હોય તો, દાઢ દુઃખે તો મહીં પેલો વેદક હોય તેને કહે કે “ભઈ, આ તો મહીં હિસાબ છે એ ચૂકતે થાય છે. પણ ‘બાપ રે” ના બોલાવે, દુ:ખે તો ખરું જ. વેદકને વેદના થાય પણ “બાપ રે” ના બોલાય. પાછો બાપને શું કામ બોલાવે છે ? એ તો ગયા. પચાસ વર્ષ તો થયા ગયે એમને પાછો “બાપ રે બોલે, નહીં?
પ્રશ્નકર્તા: ત્યાં “ક”ની આગળનું છે આપણું. આપણે તો “કીને જોઈએ છીએ. આ બધા ‘ક’ને જોવાના છે !
દાદાશ્રી : હા, જો આ બધાથી છૂટો પડ્યો છે આત્મા. વેદકતાથીય છૂટો પડ્યો. કારણ કે આત્મા નિર્વેદ છે. ક્રમિકનો વેદક, આ નિર્વેદ છે. આટલી બધી સૂક્ષ્મતા સુધી પહોંચ્યું છે આ વિજ્ઞાન ! તેથી નિરંતર સમાધિ રહે છે ને ! વેદક હોય તો ચિંતા થયા વગર રહે નહીં.
એટલે વીતરાગનું થર્મોમિટર સાચું છે. એ થર્મોમિટરની જોડે એને મૂકીએ, એ જેટલો તાવ દેખાડે એટલો આ તાવ દેખાડે તો જાણવું કે આ થર્મોમિટર બરોબર છે.
થર્મોમિટરને ન ચડે તાવ, જે બને તેતો રહે જાણકાર
એટલે મેં શુદ્ધાત્મા આપ્યો છે, તે થર્મોમિટર છે. એ તો કેટલું દુઃખ છે, વધ્યું તેને જાણકાર, ઘટ્યું તેનેય જાણકાર. તું થર્મોમિટર છે, થર્મોમિટરને તાવ ના ચડે. જે જાણે ઓછું-વતું તેને તાવ ચડતો હશે ? પણ આ લોકો શુંય માની બેઠા છે, તે થર્મોમિટરને તાવ ચડાવે છે. થર્મોમિટરને તાવ ચડ્યો છે, કહેશે. ડૉક્ટરનું કેટલું ખરાબ દેખાય, નહીં? ડિૉક્ટરનું ખરાબ દેખાયને થર્મોમિટરને તાવ ચડ્યો કહે તો ?
થર્મોમિટરને તાવ ચડે નહીં કોઈ દહાડોય. ડૉક્ટરને ચડે, દર્દીને ચડે પણ થર્મોમિટરને તાવ ચડે નહીં. આત્મા થર્મોમિટર છે. તે અંદર શું થયું છે ? ત્યારે કહે, સળગ્યું છે. તો કોણ દાઝયા ? ત્યારે કહે, “હું દાઝયો.”