________________
(૮.૬) સ્વસમય-સ્વપદ
અસ્વસ્થ રહે છે. કારણ કે તેઓ અપદમાં રહે છે. અપદમાં છે એટલે અસ્વસ્થ છે. પરક્ષેત્રે બેઠેલા છે. પરના સ્વામી થઈને બેઠેલા છે. તે સ્વસ્થ ક્યારેય પણ ના થાય. જે ચીજો ક્યારેય આપણી ના થાય તેવી છે તેમાં જ આપણે માન્યતા કરેલી છે. એટલે અસ્વસ્થ રહે. સ્વપદ પ્રાપ્ત થાય ત્યારે જ સ્વસ્થ થઈ શકે. અને સ્વમાં જ સ્વસ્થ થાય તો સ્વસ્થતા અનુભવે, નહીં તો અસ્વસ્થતા.
નિશ્ચય સ્વપદમાં અને વ્યવહાર તિકાલી
પ્રશ્નકર્તા : સ્વપદમાંથી જો તું ખસે તો કાળિયો વિષધર તુજને દંશે !
૨૩૯
દાદાશ્રી : હા, સ્વપદમાંથી ખસ્યો એટલે ! તે આપણા બધા પ્રશ્નો સ્વપદમાંથી ખસવાને લીધે છે. સ્વપદમાં એને ફિટ કર્યા કરોને, એ જ પુરુષાર્થ. ખસે કે તરત ફિટ થઈ જવું, ખસે કે તરત ફિટ થઈ જવું. બીજું બધું જોવાની જરૂર જ ક્યાં છે તે ?
‘સ્વપણું’ ‘સ્વ’માં વર્તે તે જાગ્રત કહેવાય. પોતાનું સ્વરૂપ અને ડ્રામેટિકપદ હોવું જોઈએ. બે પદ સિવાય આ જગતમાં બીજું છે જ નહીં. તે લોક જાણતા નથી. એક જ પદને પકડી લે છે. વ્યવહારમાં પડે છે તો ધર્મ બંધ થઈ જાય છે ને ધર્મમાં પડે છે તો વ્યવહાર બંધ થઈ જાય છે. વ્યવહાર અને ધર્મ બન્નેય પદ સાથે જ હોવા જોઈએ. જગતના લોકોએ નિશ્ચય પોતાની બાઉન્ડ્રીમાં (સંસારી સ્વાર્થ) રાખ્યો અને વ્યવહાર બાઉન્ડ્રીની બહાર રાખ્યો છે (હું ચંદુ, કુટુંબ પોતાનું, એ સિવાય બધું પારકું એ વ્યવહાર) એટલે માર ખાય છે. આપણે જ્ઞાન થયા પછી હવે આપણો નિશ્ચય સ્વપદમાં હોવો જોઈએ અને વ્યવહાર તે પરાર્થ હોવો જોઈએ. (હું શુદ્ધાત્મા, એ સિવાય બધું પારકું એ વ્યવહાર) આપણે સ્વાર્થને ઓળખતા નહોતા. તે સ્વાર્થની બાઉન્ડ્રી ભ્રાંતિની હતી. હવે સ્વાર્થને (સ્વ-અર્થને) ઓળખ્યો એટલે શુદ્ધાત્માની બાઉન્ડ્રીમાં આવ્યા અને બાઉન્ડ્રીની બહાર પરાર્થમાં આવ્યા.