________________
૨૬૨
પ્રશ્નકર્તા : હા, બરોબર છે. ચંદુને જોયા કરે.
દાદાશ્રી : એ ચંદુ જે કરે છે તે જ્ઞેય છે અને તમે જ્ઞાતા છો. તમે જ્ઞાતા એ સ્વરમણતા, શેયને જોવું એ સ્વરમણતા.
ત હવે પ્રમાદરૂપી પરરમણતા, જ્ઞાત પછી
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
એ !
પ્રશ્નકર્તા : મહાત્માને હવે પ્રમાદ કેટલા અંશે નડે ?
:
દાદાશ્રી : મહાત્માને પ્રમાદ કંઈ હોય જ નહીં. પ્રમાદ શબ્દ જ્યાં સુધી અહંકાર હોય ત્યાં સુધી હોય.
પ્રશ્નકર્તા ઃ તો પ્રમાદ એટલે શું ?
દાદાશ્રી : પ્રમાદ એટલે પરમાં વૃત્તિ રાખવી, પ૨૨મણતા. પ્રશ્નકર્તા ઃ તો એ પરપરમણતાનું જોખમ કેટલું મહાત્માને ?
દાદાશ્રી : અમારાથી તમને એવું ના કહેવાય કે ૫૨૨મણતા, કારણ કે અમે જ્ઞાન આપ્યા પછી પ્રમાદ હોતો નથી. ફક્ત અમારી આજ્ઞા પાળેને, એને કશુંય હોતું નથી.
પ્રશ્નકર્તા ઃ આજ્ઞામાં નિરંતર રહે તો પછી નથી હોતું, પહેલી વાત
દાદાશ્રી : નિરંતર, સિત્તેર ટકા અને સહજ થયા પછી કશું કરવાનું ના હોય, આજ્ઞાય પાળવાની ના હોય. સહજ થયા પછી આજ્ઞા પળાયા જ કરતી હોય.
પ્રશ્નકર્તા : ભગવાન મહાવીરે ગૌતમને કહ્યું'તું કે એક સમયનો પણ પ્રમાદ કરીશ નહીં. પણ ગૌતમ સ્વામીને પેલું સમકિત તો થયેલુંને !
દાદાશ્રી : કેવળજ્ઞાન ના હોય ત્યાં સુધી અહંકાર હોય ક્રમિક
પ્રશ્નકર્તા : પણ દાદા, અમને પણ કેવળજ્ઞાન ક્યાં થયું છે ?
માર્ગમાં.