________________
(૧૩.૩) નિત્ય
૩૦૭ નિત્યભાવ પૂરો સમજાયો નથી પણ અતિત્યભાવ ગયો પ્રશ્નકર્તા: આત્માની સ્થિતિ, સ્વરૂપ, ધ્યેય શું છે ?
દાદાશ્રી : શુદ્ધાત્મા તો પરમાત્માસ્વરૂપ છે, એની સ્થિતિ નિત્ય છે એટલે અવિનાશી. અને એને ધ્યેય હોય નહીં, કોઈ પણ જાતનું ધ્યેય નહીં એ જ શુદ્ધાત્મા.
પ્રશ્નકર્તા: એટલે હવે શુદ્ધાત્મારૂપે હું અવિનાશી છું, મારો કોઈ વિનાશ નથી.
દાદાશ્રી : હા, નિત્ય છું એટલે પરમેનન્ટ, સનાતન, શાશ્વતો. એ નિત્યપણું સમજાય છે ને ? આત્માનું સનાતનપણું સમજાય છે ને?
પ્રશ્નકર્તા: એ હજુ બરાબર ખબર નથી. મને અનુભવમાં હોય પણ કહી ના શકું.
દાદાશ્રી : હા, બરાબર છે. પણ પેલો તો અનિત્યભાવ તો હું મરી જઈશ, હું મરી જઈશ” એ બધો જે હતો, એ અનિત્યભાવ ગયો, એટલે નિત્યમાં આવ્યા હવે.
અતિત્યતે જાણતારો હોય તિત્ય સંસારના લોકોય નિત્યને સમજે છે કે જેને એમ કહે કે આ ટેમ્પરરી શું કરવા લાવ્યો ? જ્યાં તકલાદી કહે છે કે, ટેમ્પરરી કહે છે, એ ટેમ્પરરી કહેનાર ટેમ્પરરી ના હોય. એ પરમેનન્ટ હોય તો જ ટેમ્પરરીને ટેમ્પરરી કહી શકે, નહીં તો ટેમ્પરરી કહી શકે શી રીતે ? પણ પોતે પરમેનન્ટ છે એવું ભાન નથી.
અનિત્યને સમજનારો નિત્ય હોવો જોઈએ, નહીં તો અનિત્ય નામ પડે નહીં. આપણા લોક શું કહે છે કે આ તકલાદી છે, આ તકલાદી છે, પણ તેને કહેનારો તકલાદી નથી. નહીં તો તકલાદી શબ્દ જુદો ના પડે. પોતેય તકલાદી ને બીજાય તકલાદી, તો તકલાદી બોલવાની જરૂર નથી. એટલે પોતે કાયમનો છે, માટે તકલાદી બોલી શકે.