________________
[૧૨] અવ્યય-અક્ષય
નાશ ન થાય એ અક્ષય પ્રશ્નકર્તા: આપણે આ વિધિમાં બોલીએ છીએને “હું અક્ષય છું” તો અક્ષયનો એક્કેક્ટ મીનિંગ શું છે ?
દાદાશ્રી : અક્ષય એટલે જે નાશ નથી થનારા, અવિનાશી. ક્ષય થવું એટલે નાશ થવું અને અક્ષય એટલે અવિનાશી. આત્મા અક્ષય છે.
ખર્ચાય નહીં, વધે-ઘટે નહીં એ અવ્યય પ્રશ્નકર્તા: આત્મા અવ્યય છે કહ્યું તો અવ્યય એટલે શું? દાદાશ્રી : વ્યય ના થાય તે. પ્રશ્નકર્તા : વ્યય એટલે શું ? ડિસ્ટ્રોંઈ ના થાય ?
દાદાશ્રી : વ્યય એટલે ખર્ચો. એટલે ઓછું થાય એ વ્યય કહેવાય અને આ ક્યારેય ઓછું ને વધતું ન થાય, ઘટે નહીં એનું નામ અવ્યય.
પ્રશ્નકર્તા : ઘટેય નહીં ને વધય નહીં !
દાદાશ્રી : હા, અવ્યય એટલે જેને કશું ફેરફાર ના થાય, વ્યય ના થઈ જાય, નાશ ના થઈ જાય.