________________
(૧૩.૧) અજન્મ
૨૯૫
જીવે અને મરે એ જીવ ને અમરપદ પ્રાપ્ત કરે એ આત્મા. આત્મા એ “સેલ્ફ” છે ને જીવ “રિલેટિવ સેલ્ફી છે. જીવ તો અવસ્થા છે.
પ્રશ્નકર્તાઃ હવે એટલે એનો અર્થ એવો થયો કે પુનર્જન્મ થયો તો આ જીવાત્મા છે એનો પુનર્જન્મ થાય છે, આત્માનો પુનર્જન્મ નથી થતો?
દાદાશ્રી : તે એને કંઈ છે જ નહીંને ! એ તો મૂળ શુદ્ધ જ છે. એને જન્મ ને અજન્મ ને કહ્યું છે જ નહીં. જન્મ-અજન્મ તો આ જે માને છે કે હું આ જન્મ્યો તે મરે છે, ને મરે છે એ જન્મે છે પાછો. જેને મરે છે એ ભ્રાંતિ છે તે પુનર્જન્મ લે છે. મરતો જ નથી તેને પુનર્જન્મ કેવો ? આત્મા અજર, અમર, અવિનાશી ને દેહાતીત છે.
પ્રશ્નકર્તા ઃ અજર એટલે શું?
દાદાશ્રી : એટલે આ જગતમાં મૂળ તત્ત્વ અજર હોય અને અવસ્થાઓ જર હોય. એટલે અજર કયું હોય ? જે પૈડું ના થાય, મૂળ તત્ત્વ.
“અજન્મા-જન્મ' પદ, જ્ઞાનીકૃપાએ જ્ઞાની મળે ને જ્ઞાન પામે તો અજન્મા સ્વભાવ પ્રગટ થાય અને જન્માજન્મનો સ્વભાવ ઊડી જાય.
અનેક જન્મ લીધા પણ અજન્મા થવાનો વારો આવતો નથી. પણ અમને મળ્યા એટલે (મોક્ષની) ટિકિટ ફાડીને ભટકવાનું બધું બંધ કરાવી દઈએ.
પેલા જન્મવાળા જન્મ તો બહુ ફેરા થયા અને પછી મરવું પડે. આ તો અમરપદ પ્રાપ્ત થયું કહેવાય.