________________
૨૯)
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
અનંત અવતાર થયા તોય આત્મા અવ્યય. અવ્યય એટલે આત્માનો ક્યારેય પણ વ્યય ના થાય એવી વસ્તુ. અનંતકાળથી આપણે જોડે રહ્યા, કેટલાય અવતારમાં બાળી મેલ્યા, કૂવામાં પડ્યા. કુતરામાં, ગધેડામાં ગયો પણ આટલોય આત્માનો વ્યય નથી થયો. તે આટલા અવતારથી ભટકે છે પણ એનો વ્યય થાય નહીં, આટલોય બગડે નહીં, કશું થાય નહીં.
મત-વચન-કાયાતો વ્યય થતાર, આત્મા અવ્યય
આપણે સમજણ પાડી કે મન-વચન-કાયા એ નિરંતર વ્યય જ થઈ રહ્યા છે અને આત્મા અવ્યય છે. એનો વ્યય નહીં થાય.
આ મન-વચન-કાયા વ્યય છે. વ્યય થયા જ કરે નિરંતર. જેમ રૂપિયાનો વ્યય થાય છે ને, એવું આનો વ્યય થાય છે. પૈસા આવે તેનો વ્યય થઈ જાય કે ના થઈ જાય ? રૂપિયો આવશે તેનો વ્યય થઈ જશે. આ બધો વ્યય થયા જ કરે છે નિરંતર !
શરીર તો. એ તો વ્યય થયા જ કરે છે નિરંતર, અને પછી મરતી વખતે ખલાસ થઈ ગયો હોય. તે આવું ભરાવદાર શરીર હોય પણ મરતી વખતે પાતળું થઈ ગયું હોય, વ્યય થયા જ કરે.
આ સંસારની સર્વ સંપત્તિનો, સંબંધનો, સ્વરૂપનો વ્યય થનાર છે. હું અવ્યય છું. મારામાંથી કંઈ વ્યય થઈ શકે નહીં, કંઈ ઓછું-વતું થઈ શકે નહીં.
પ્રશ્નકર્તા અવ્યય એટલે નો એન્ડ.
દાદાશ્રી : આ મન-વચન-કાયા એન્ડ (અંત)વાળા છે અને પેલું (આત્મસ્વરૂપ) છે તે નો એન્ડ (અંતહીન) છે. એટલે આપણે બોલીએ છીએને, “મન-વચન-કાયાનો વ્યય થનાર છે, હું અવ્યય છું.”
અવ્યય થયા પછી ના થાય વ્યય પ્રશ્નકર્તા : અવ્યયભાવ હજુ નથી આવ્યો.