________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
દાદાશ્રી : આત્મા સિવાય કોઈ જગ્યાએ આત્મરમણા નથી. આ બધી પુદ્ગલની જ રમણતા છે. શાસ્ત્રો વાંચે, સ્વાધ્યાય કરે, તોય શાસ્ત્રો એ · પુદ્ગલ ને સ્વાધ્યાય એ પુદ્ગલ, કરનારોય પુદ્ગલ. એટલે પૌદ્ગલિક રમકડાં રમાડ્યા કરે છે આખું જગત અને તેની ઉપાધિ છે. આકુળ ને વ્યાકુળ રહ્યા કરે.
૨૪૪
આખા જગતના લોકો જે જે કરે છે, એ બધો જ સંસાર છે. ગમે તે કરતા હશે તો પણ સંસાર જ છે. એકવાર સંસારની બહાર જતા નથી. એને ૫૨૨મણતા કહેવાય.
સ્વરૂપનો બેભાન એ જે જે કંઈ પણ કરે છે તે બધી જ સંસારની રમણતા છે. પછી તે જે કંઈ પણ કરતો હોય, તપ-ત્યાગ-જપ-યોગ કરે તે બધી જ સંસાર રમણતા છે.
પ્રશ્નકર્તા : જો ક્રમિક માર્ગના આ બધા સાધન પુદ્ગલ જ હોય
તો આત્મા કેવી રીતે પ્રાપ્ત થાય ?
દાદાશ્રી : બધા સાધનો તો પુદ્ગલ છે, પણ ત્યાં પુદ્ગલના સાધનથી આત્મા પ્રાપ્ત કરવાનો છે. શાસ્ત્રો એ બધા એને (આત્મ) માર્ગે લઈ જનારા સાધન હોવાથી એને આપણે કાઢી ના નાખીએ પણ છે પુદ્ગલ રમણતા. જ્યાં સુધી આત્માની રમણતા ના થાય ત્યાં સુધી રમકડાંની રમણતા છે. છતાં એનો અર્થ આપણે એવો નથી કરવો કે કાઢી નાખવાનું છે. એ (પણ) માર્ગ છે.
પુસ્તકો એ ભૌતિક છે પણ જરૂરિયાત છે. જ્યાં સુધી આગળ વધવાનું છે ફર્સ્ટ સ્ટાન્ડર્ડવાળાને, સેકન્ડ સ્ટાન્ડર્ડ ને થર્ડ સ્ટાન્ડર્ડ ને બધા સ્ટાન્ડર્ડમાં જવા, એ બધાની જરૂરિયાત છે. પણ છેવટે આત્મા માટે કોઈ ચીજ જરૂર નથી.
એમને (ભગવાનને) પૂછે કે આ કઈ આત્મરમણતા ? ત્યારે કહે, ના, ભાઈ, આત્મરમણતા તો આત્મા પ્રાપ્ત થયા સિવાય હોય નહીં. આત્મરમણતાતા સાધતો એય મોહ, પણ એ પ્રશસ્તમોહ
ભગવાને આત્મરમણતા સિવાય બીજું જે જે કંઈ કરવામાં આવે