________________
(૯) સ્વરમણતા-પરરમણતા
૨૫૭
નહીં કરવી અને આત્મામાં રમણતા કરવી. દેહમાં રહીને લોકો બધી જાતની રમણતા કરે. કોઈ માણસ દાન આપવાની રમણતા કર્યા કરે અને કોઈ માણસ ગજવા કાપી લેવાની રમણતામાં ફરતો હોય. એવું આ આત્માની રમણતા એટલે જ્યાં કોઈ પણ પ્રકારનો રૂપી પદાર્થ નથી. આત્મા અરૂપી છે.
જ્ઞાની પુરુષ મળ્યા પછી સ્વરમણતા આપે. પોતાનું સ્વનું ચાલુ થયું એટલે પછી રમણતા ચૂકે એ કચાશ કહેવાય. પોતાની રમણતા ચાલુ થયા પછી, સ્વરમણતા ઉત્પન્ન થયા પછી કાચો પડે એ ભૂલ કહેવાય.
ચંદુ' ય તેતો “હું' જ્ઞાતા એ ચેતતતી રમણતા પ્રશ્નકર્તા: મને આ શાસ્ત્રો વાંચવાની ગાંઠ બહુ છે.
દાદાશ્રી : ના, એ તો ચંદુને છે, તને નહીંને? શાસ્ત્રોના શાસ્ત્રો વાંચી નાખવાની ટેવ ?
પ્રશ્નકર્તા: હા, બધાય શાસ્ત્રો વાંચું.
દાદાશ્રી : એ બધાય રમકડાં. અને “હું શુદ્ધાત્મા છું', જ્ઞાતા-દ્રષ્ટા, ચંદુભાઈ શું કરી રહ્યા છે” એને જોયા કરું, તેને આત્મરમણતા કહેવાય. “આત્માને રમાડ્યો” કહે છે. આત્મા રમાડવાનો માર્ગ છે આપણો. આ રમકડાંને રમાડે એ તો આ જગત આખું રમાડે છે પણ ચેતન જેવો આત્મા, આ પરમાત્મા એને રમાડે છે પોતે. એને આત્મરમણતા કહેવાય. આ દેહની રમણતા, ભૌતિક ચીજની રમણતા, જડ ચીજની રમણતા અને પેલી ચેતનની રમણતા.
જ્ઞાત પહેલા અને પછી રમણતા કરતારો તેતો તે જ પ્રશ્નકર્તા જે રમણતા કરે છે એ કોણ કરે છે ?
દાદાશ્રી : જે છૂટો થયો'તો, બીજામાં રમણતા કરતો'તો, હવે આત્મામાં રમણતા કરે છે.
રમણતા કરનારો એક જ છે. વકીલાતમાં રમણતા કરતો'તો, તેનો