________________
(૮.૨) સ્વપરિણતિ-પપરિણતિ
૨૦૫.
આ જે થઈ રહ્યું છે એને “હું કરું છું એમ કહેવું એનું નામ પરપરિણતિ અને આ થઈ રહ્યું છે તે હું નથી કરતો” એનું નામ નિજપરિણતિ. છેવટે સાવ સહેલું જ કરી આપ્યું છે ને ?
પ્રશ્નકર્તા સહેલું થઈ ગયું હવે.
દાદાશ્રી : એની મેળે જ નિજપરિણતિ રહે પણ તે એને સમજણ પડે નહીં કે મને રહે છે. તે સમજણ ના પડે. પોતે પણ દવા પીવે એટલે મટી જ જાયને ! સમજ પડે કે ના પડે પણ દવા પીવે એટલે મટી જાય. (બાકી) કર્તાપદ છૂટે નહીં. કોઈ પણ એવી દવા નથી કે જેનાથી કર્તાપદ છૂટે. કર્તાપદને પરપરિણતિ કહેવાય છે અને જ્યાં પરપરિણતિ નથી ત્યાં નિજપરિણતિ છે.
પાંચ આજ્ઞા-શુદ્ધ ઉપયોગ એ જ લિજપરિણતિ
પ્રશ્નકર્તા : આપની પાંચ આજ્ઞામાંથી એક આજ્ઞામાં હોય તો નિજપરિણતિ કહેવાય કે નહીં ?
દાદાશ્રી : હા, એ નિજપરિણતિ કહેવાય. અમારી આજ્ઞા નિજપરિણતિમાં રહેવા માટે જ છે, એમાં બીજી પરિણતિ નથી.
પરપરિણતિ ઉત્પન્ન થાય પણ એનો પોતે જ્ઞાતા રહે. એટલે પરઉપયોગમાં રહેતો નથી, સ્વઉપયોગમાં રહે. એટલે હવે ઉપયોગ જ શુદ્ધ રાખવાનો છે. આ સંસાર તેવો ને તેવો જ ચાલવા દેવાનો છે. પહેલા શુભાશુભ ઉપયોગ હતો. તપ કરું, જપ કરું, ફલાણું કરું, સ્વાધ્યાય કરું એ શુભાશુભ ઉપયોગ કહેવાય. એ ઉપયોગ તે દહાડે હતો અને તે અત્યારે શુદ્ધ ઉપયોગ રાખવાનો છે. તે એને ભૂલાય નહીં એનું નામ જાગૃતિ, જ્ઞાન કહેવાય. શુદ્ધ ઉપયોગ એ નિજપરિણતિ કહેવાય છે અને શુભાશુભ ઉપયોગ એ પરપરિણતિ કહેવાય. પરપરિણતિથી સંસાર ભટકવાનું અને શુદ્ધ ઉપયોગથી અહીં ને અહીં જ મોક્ષ. (એનાથી) દેહમાં બેઠા નિર્વાણ છે.
આ તમને તો ઉપયોગમાં સ્વઉપયોગ રહે. પરપરિણતિ તો ઉત્પન્ન