________________
(૮.૩) મહાત્માઓની સ્વપરિણતિ
૨૧૫
વચ્ચેનો જે સાંધો છે, ત્યાં અમારું તપ ઊભું રહેવાનું. એટલે અમારે, પરપરિણતિ એક સેકન્ડ પણ ના થાય.
અમારે પરપરિણતિ ઉલેચવી ના પડે. પરપરિણતિ ઉત્પન્ન થાય નહીં ને હોયેય નહીં અને આ બધાને પરપરિણતિ ઉલેચવી પડે. પરપરિણતિ થાય નહીં, સ્વપરિણતિમાં જ રહે પણ પરપરિણતિના પરિણામ ઊભા થાય તેને ઉલેચવા, ખસેડવા પડે.
પ્રશ્નકર્તા ઃ દૂર કરવા જ પડે, ધક્કા મારી મારીને બહાર કાઢવા
દાદાશ્રી : ધક્કા મારી મારીને. કારણ કે આ એક અવતારમાં અનંત અવતારનું સાટું વાળી દેવાનું છે.
દાદા ભગવાન' એ તિસ્વરૂપ, માટે સ્વપરિણતિ
જ્યાં સુધી કિંચિત્માત્ર કોઈનું આલંબન છે ત્યાં સુધી પર પરિણતિ છે. મૂર્તિ, ગુરુ, શાસ્ત્રો, ત્યાગનું આલંબન છે ત્યાં સુધી પર પરિણતિ છે. શુદ્ધાત્માનું ભાન ઉત્પન્ન થયું એટલે પરપરિણતિ ભાગી, નહીં તો બહાર લોકોને પરપરિણતિ જાય નહીં અને શુદ્ધાત્માનું અવલંબન એ અવલંબન નથી, પોતાનું જ સ્વરૂપ છે એટલે સ્વપરિણતિ છે. એટલે પરપરિણતિ આપણને ના કહેવાય. પરપરિણતિ હોય ત્યાં સુધી કઢાપો-અજંપો થયા જ કરે.
પ્રશ્નકર્તાઃ અમને બધાને દાદાનું અવલંબન છે એનું શું ?
દાદાશ્રી : દાદાનું અવલંબન છે ને, તે આ દાદાનું નથી તમને. એટલે એ તમારો જ આત્મા છે. કૃપાળુદેવે તેથી કહ્યુંને કે જ્યાં સુધી આપણે આત્મા યથાર્થ જોયો નથી, યથાર્થ એટલે પ્રતીતિ છે, શ્રદ્ધામાં છે પણ યથાર્થતા ઉત્પન્ન થઈ નથી, ત્યાં સુધી જ્ઞાની પુરુષ એ પોતાનો જ આત્મા છે. આ અવલંબન ના કહેવાય. તેથી અમે કહીએ છીએને કે
અરે ! દાદા, દાદા કરજોને, તમારું કામ થઈ જશે. આ અજાયબી છે આ કાળની ! અગિયારમું આશ્ચર્ય !