________________
(૮.૪) સ્વપરિણામ-પરપરિણામ
૨૧૯
હવે પરિણામ કયા છે તે જાણ્યા પછી શંકિત થઈશ નહીં. સંગી પરિણામો બધા વિનાશી છે, એ બધાને ઓળખ્યા એ મારા નથી. હું તો અવિનાશી અને અવિનાશી પરિણામ, સ્વપરિણામ સિવાયના બધા જ પરપરિણામ છે. દેહ જે કરે તેમાં ભ્રાંતિ ન થવી જોઈએ.
પર પરિણામ તે આપણા હાથમાં નથી, સ્વપરિણામ આપણા હાથમાં છે. ઊંઘ એ પરપરિણામ છે, એ આપણી સત્તાની વાત નથી. એને આપણે મહીં ડખો શું કામ કરીએ ? આપણે આપણા પરિણામમાં રહી કામ કર્યા જવું.
તાવ આવ્યો તો ગમે નહીં, ભોગવ્યે જ છૂટકો. કારણ કે પરપરિણામ. સારું ભોજન ગમે તેય પર પરિણામ. ગમવું અને ના ગમવું બધા મનના પરિણામ છે, પરપરિણામ છે, આત્માના પરિણામ નથી. આ પરાયા પરિણામ પૂર્વે પોતાના કરી લીધેલા. “મેં કર્યું એવું, તેના આ ફળ આવ્યા છે. પારકા પરિણામને “હું કરું છું એવું ભાન થવાથી આ બધું ઊભું થયું છે જગત.
કર્મ છે તે પુદ્ગલ સ્વભાવના છે. એ એના પર પરિણામ બતાવ્યા જ કરશે. આપણે શુદ્ધાત્મા એ સ્વપરિણામ છીએ. પરપરિણામ યસ્વરૂપ છે અને પોતે “જ્ઞાતાસ્વરૂપે છે.
એક ક્રિયાની ધાર છે અને એક જ્ઞાતા-દ્રષ્ટાની ધાર છે, જે જ્ઞાની'માં છુટી વર્તે, ત્યારે અજ્ઞાનીને એક કડવું અને એક મીઠું એમ મિલ્ચર' ધાર વર્તે. તેથી તેને બેભરમી કઢી જેવો સ્વાદ આવે. પરપરિણામ ને સ્વપરિણામ આ બેઉ ભેળું કરવાથી સ્વાદ બેસ્વાદ થઈ જાય છે. એટલે તૃપ્તિ વળે નહીં. લોક કહે છે કે સંતોષ થાય છે, તે સંતોષેય શાનો થાય છે ? સાયકોલૉજિકલ પરિણામ છે.
પોતે નિજ થયા બાદ કયા પ્રકારની ધારા વહી રહી છે તે જોવું. પરની ધારા હોય તો એને) જોવું ને જાણવું. જેવી ભજના કરીએ તેવું થવાય.
ખોખામાં પરિણમશે તો અનંત માલિકીપણામાં પાર્ટનર થશે. અને