________________
૨ ૨૬
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
પછી તો વાર જ નથી લાગતી. છેલ્લા અવતારમાં પાંચ વર્ષમાં બધી જ ચીજ આવી જાય છે. કેટલું લાંબુ હશે એટલું બધું? કારણ કે સંયમ પરિણામ એટલો બધો વધતો જાય, એટલો બધો વધતો જાય, એટલો બધો વધતો જાય, ન પૂછો વાત. સંયમ પરિણામ કરોડ અવતાર સુધી એક માણસને ના થાય એટલા એક જ્ઞાની પુરુષને એક કલાકમાં સંયમ પરિણામ વર્તે. ત્યારે તેથી પણ આગળ જાય તો કેવળજ્ઞાનીને શું થાય ? બહુ જ સંયમ પરિણામ.
મહાત્મા સ્વપરિણતિમાં, દાદા સ્વપરિણામમાં સંયમ પરિણામ એટલે આત્મપરિણામ અને પુદ્ગલ પરિણામ બને યથાર્થપણે જુદા રહેવા. પુદ્ગલ પરિણામને જોવા એ આત્મપરિણામ.
પ્રશ્નકર્તા પુદ્ગલના માલિક નથી ત્યાં પછી દેહની ક્રિયાઓ ને મનને જોવાનો શું અર્થ ?
દાદાશ્રી : તમેય દેહના માલિક તો નથી. પણ તમારાથી બોલાય નહીં એવું, કારણ કે હજુ પરપરિણામમાં છો. પણ છતાં પરપરિણતિ નથી તમને. શું કહું છું હું ? પરપરિણામમાં તો ખરા ! આમાં મજા કરો છો, ટેસ્ટ કરો છો, છતાં તમને પરપરિણતિ નથી.
પ્રશ્નકર્તા: જ્ઞાન મળ્યું એટલે અમારે સ્વપરિણતિ અને સ્વપરિણામ જ રહ્યાને ?
દાદાશ્રી : પરિણતિ તો, તમને બધાને સ્વપરિણતિમાં જ મૂક્યા છે. તમે “કરતો નથી” એવા જ ભાવમાં છો, પણ સ્વપરિણામ નથી થયું. સ્વપરિણામ જોઈએ. તમને સ્વપરિણતિ છે, સ્વપરિણામ નથી. અમે સ્વપરિણામમાં છીએ. સ્વપરિણામ એ જ પરમાત્મા પદ, મહાત્માનું જોવું-જાણવું બુદ્ધિનું, સ્વપરિણામતું હોય સ્વાભાવિક
પ્રશ્નકર્તા: હવે પુદ્ગલ પરિણામને જુદું જોઈએ છીએ, તો એ જ્ઞાનથી છે તો એ પણ રિયલ જ્ઞાનથી છે ?
દાદાશ્રી : હં, રિયલ હોય. પણ છતાં લોકોને સંતોષ છે અને સાચો