________________
[૮.૩] મહાત્માઓની સ્વપરિણતિ નાટકીય અહંકારે હવે પરપરિણતિ રહી નિર્જીવ પ્રશ્નકર્તા ઃ દાદા, કોઈવાર અહંકાર હજુ ઊભો થતો હોય એવું લાગે છે, તો એ પરપરિણતિ થઈ ?
દાદાશ્રી : આ જ્ઞાન પછી તમારો મૂળ અહંકાર તો જતો રહ્યો છે પણ દુનિયાને દેખવાનો ડિસ્ચાર્જ અહંકાર રહ્યો છે. તમારે કર્મ બંધાતા હતા, તે ચાર્જ અહંકાર ગયો.
અહંકાર એ પૌદ્ગલિક વસ્તુ છે. પુદ્ગલમાંથી આ અહંકાર ચાલુ રહે છે કે માણસને ના કરવો હોય તોય થયા કરે. હવે તમને અહંકાર તો રહેવાનો પણ તોય અહંકાર કેવો ? નિર્જીવ રહેવાનો. પહેલા સજીવ હતો. અને આત્માની જે મૂળ ચૈતન્ય શક્તિનો પ્રવાહ આમ વહી રહ્યો'તો, તે પ્રવાહ આમ સ્વપરિણતિમાં ઉત્પન્ન થયો. એટલે પરપરિણતિ રહી તો ખરી પણ નિર્જીવ રહી હવે. નિર્જીવ એટલે નાટકીય અહંકાર જેવો ડ્રામેટિક અહંકાર, બધું ડ્રામેટિક રહ્યું હવે.
મહાત્માને પરપરિણામ હવે વ્યવસ્થિતને તાબે
આપણે ત્યાં આ જ્ઞાન લીધા પછી અહંકાર વ્યવસ્થિતના તાબે છે. તેને ડિસ્ચાર્જ કરવાનું કામ વ્યવસ્થિતનું છે.