________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
જગ્યાએ રહે, પણ તમારે બહાર નિકાલ કરવો પડેને, તો ઉપયોગ બહાર લઈ જવો પડે. સમભાવે ફાઈલનો નિકાલ કરવા જાવ ત્યારે પેલું સુખ ના આવે. આ તો ફાઈલોના નિકાલ જેમ જેમ ઓછા થશે, તેમ તેમ પોતાની આત્મશક્તિઓ પ્રગટ થતી જાય. પોતે આત્મારૂપ થતો જાય. જેમ જેમ ફાઈલ ઓછી થતી જાય તેમ તેમ ઉપયોગ વધતો જાય. એ ફાઈલ પૂરી થઈ ગઈ એટલે ઉપયોગ શુદ્ધ થયો, આખો સંપૂર્ણ થઈ ગયો.
૨૦૪
કર્તાપદ એ પરપરિણતિ, અર્તાપદ એ તિજપરિણતિ
પ્રશ્નકર્તા : નિજપરિણતિ એ આત્મભાવના છે અને ‘હું શુદ્ધાત્મા’ તે આત્મભાવના નથી તે સમજાવો.
દાદાશ્રી : શુદ્ધાત્મા એ નિજપરિણતિ નથી, શુદ્ધાત્મા તો સંજ્ઞા છે. અમે તમને જે જ્ઞાન આપ્યું છે એ જ્ઞાન છે અને એ જ્ઞાન પછી ઉપયોગમાં આવે તો એ નિજપરિણતિ કહેવાય.
શુદ્ધાત્મા એ શબ્દમાં છે, એ જાગૃતિમાં છે. જાગૃતિ ખરી પણ શબ્દમાં છે જાગૃતિ અને નિજપરિણતિ એ તો આત્મભાવ કહેવાય. હવે આપણે ‘આ આનો કર્તા હું નથી', એ જ્ઞાન જ નિજપરિણતિ કહેવાય છે.
નિજપરિણતિનું આ જ્ઞાન એટલું બધું સજ્જડ બેસાડી દીધું છે અને નિજપરિણતિ ક્રમિકમાં તો ઉત્પન્ન જ ના થાય. કારણ કે કર્તાભાવ છૂટે જ નહીંને ! કોઈ દહાડોય કર્તાભાવ છૂટે નહીં. ઠેઠ જ્ઞાનીઓનેય કર્તાભાવ છૂટે નહીં. ધીમે ધીમે ઓછો થતો જાય પણ છૂટે નહીં અને છૂટી ગયો એનું નામ નિજપરિણતિ કહેવાય.
અક્રમમાં સ્વપરિણતિ પ૨પરિણતિને જુએ ને જાણે. પ૨પરિણિત એની ફિલમ ભજવ્યા કરે. આપણને, દેરાસર સારું બંધાવવું છે, દાદાની સેવા કરવી છે, સત્સંગમાં જવું છે એ બધી પરપિરણિત. આ મારી પરિણિત નથી એવું જાણે, આ સ્વપરિણતિ છે ને આ પ૨પરિણિત છે એવું જે જાણે એ જ્ઞાની.