________________
૧૯૫
(૮.૨) સ્વપરિણતિ-પરપરિણતિ કહેશે. હવે એને ખરેખર પરિણતિ નથી ગણાતી, પણ છતાં આ પરિણતિનો અર્થ નીચો લાવ્યા. બે જ પ્રકારની પરિણતિ, એક સ્વપરિણતિ ને બીજી પરપરિણતિ. બીજે પરિણતિ ના વપરાય.
કેટલાક કહે છે કે આ ભાઈની પરિણતિ બરાબર નથી, પણ પરિણતિ વસ્તુ જુદી જ છે. તેને લોક જ્યાં ત્યાં વાપરે છે.
આ “પરિણતિ’ શબ્દ જ કોઈથીયે ના બોલાય. આ તો બધા જ ‘પરિણતિ’ શબ્દ બોલે છે ને શબ્દ વાપરે છે. એ શબ્દ તો જ્ઞાનીનો છે. જ્ઞાની જ ‘પરિણતિ’ શબ્દ બોલી શકે.
ધર્મમાં હોય કે ગમે ત્યાં પરપરિણતિ શબ્દ ના વપરાય. વ્યાખ્યાનમાં જાય ત્યાં સંસારનો વિચાર આવે તો તેને પરપરિણતિ માને અને ધર્મના કાર્યને સ્વપરિણતિ માને. પણ એ પોતે જ મૂળથી પરપરિણતિમાં છે.
‘પરિણતિ સારી નથી એવું કહે છે ને, એ શું હશે? ભગવાનની ભાષા જુદી છે. ભગવાનની ભાષા રહી જ નથી. આ તો કહેશે, મનના શુદ્ધ પરિણામ રહે. આ કોણે અર્થ કર્યો છે તે જ નથી સમજાતું. એક મહારાજ સમજણ પાડતા કે પરિણતિ સારી રાખ. આ પરિણતિ બોલવાનો અધિકાર જ ના હોય. પરિણતિ તો તીર્થકર કે જ્ઞાની બેને જ બોલવાનો અધિકાર છે.
એ સમકિતી માણસને જ પરિણતિ બોલવાનો અધિકાર, બીજા કોઈને બોલવાનો અધિકાર જ નથી. કારણ કે એ જ પરપરિણતિમાં છે ને એને પરિણતિ બદલવાનું ક્યાં રહ્યું ? પરપરિણતિમાં છે, કાદવમાં જ છે ને પછી “કાદવને અડશો નહીં” એમ કહે, એના જેવી વાત છે.
ભાવની પરિણતિ સારી રહેતી નથી એવું કહે છે ને ? એ પરિણતિ શબ્દ વપરાય જ નહીં. છતાં ચોથા ગુઠાણા પછી વપરાય. પણ પરપરિણતિને સ્વપરિણતિ માને તો સમતિ આગળ વધે નહીં. મનની, બુદ્ધિની પરિણતિ એ બધી પર પરિણતિ છે.