________________
(૮.૨) સ્વપરિણતિ-પરપરિણતિ
૧૯૩
આ જે થઈ રહ્યું છે તેને કહે છે કે હું કરી રહ્યો છું તે પરપરિણતિ. આ જે કંઈ થઈ રહ્યું છે તે “હું કરતો નથી તે નિજપરિણતિ. કર્તાપદને પરપરિણતિ કહેવાય અને જ્યાં પરપરિણતિ નથી ત્યાં સ્વપરિણતિ છે.
પ્રશ્નકર્તા ઃ સ્વપરિણતિ કેવી રીતે ઉત્પન્ન થાય ?
દાદાશ્રી : “કોણ કરે છે એ સમજાઈ જાય તો સ્વપરિણતિ ઉત્પન્ન થાય. જેમ છે તેમ જાણવું એ સ્વપરિણતિમાં આવે.
મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર એ જ સંસારમાં રખડાવનારા છે. મનબુદ્ધિ-ચિત્ત ને અહંકારથી પર થાય તો જ શુદ્ધ પરિણતિ આવે. આ તો જે પોતે જ અશુદ્ધ છે, તે શુદ્ધ પરિણામ ક્યાંથી લાવે ? આખુંય જગત અશુદ્ધ પરિણતિમાં જ છે. શુદ્ધ પરિણતિમાં તો કોણ રહી શકે ? જ્ઞાનીઓ સિવાય કોઈ શુદ્ધ પરિણતિમાં રહી શકે જ નહીં.
એક મિનિટ પણ સ્વપરિણતિમાં આવે ત્યાંથી એનો મોક્ષમાર્ગ ખુલ્લો થઈ ગયો. સ્વપરિણતિ એ મોક્ષનો હેતુ. પરપરિણતિ એ સંસાર !
પરપરિણતિથી તો ઊલટાનો સંસાર બગાડે છે અને સ્વપરિણતિથી તો સુંદર સંસાર ચાલે.
હું શુદ્ધાત્મા’ કે ‘તા કોઈ કર્તા' એ શુદ્ધ પરિણતિ
પ્રશ્નકર્તા : શ્રીમનું એક વાક્ય છે કે શુદ્ધ પરિણતિ હોય નહીં, ત્યાં સુધી પરમ વિશ્વાસ પ્રાપ્ત થાય નહીં, પરમ શ્રદ્ધા પ્રાપ્ત થાય નહીં. તે સમજાવશો.
દાદાશ્રી : શુદ્ધ પરિણતિ એટલે હું શુદ્ધ આત્મા છું', પોતાનું લક્ષ એ. “આ દેહ હું હોય, હું શુદ્ધાત્મા છું અને બીજા પણ “શુદ્ધાત્મા છે' એવી એને ખાતરી થઈ જવી જોઈએ ત્યારે શુદ્ધ પરિણતિ ઉત્પન્ન થાય. જો બીજાને, શુદ્ધાત્માને કર્તા દેખે તો શુદ્ધ પરિણતિ ના કહેવાય. બીજાને અકર્તા દેખે. પોતે અકર્તા, સામાય અકર્તા. હું કરું છું, તું કરું છું અને તેઓ કરે છે, એ ત્રણેવ છે તે કર્તાપદ ના હોવું જોઈએ.