________________
[૮.૨] સ્વપરિણતિ-પપરિણતિ
પરિણતિ એટલે શું ? પ્રશ્નકર્તા: પરિણતિ એટલે શું, દાદા? પરિણતિનો અર્થ સમજાવો.
દાદાશ્રી : પરિણતિ એટલે પરિણામને પોતાના માનવા. પરિણતિ બે પ્રકારની : એક ક્રિયા પરિણતિ છે અને એક જ્ઞાન પરિણતિ છે. ક્રિયા પરિણતિ એ મિકેનિકલ છે, જ્ઞાન પરિણતિ દરઅસલ હોય. જગત આખું પરપરિણતિમાં છે, સ્વપરિણતિ જોઈ જ નથી.
પદ્ગલ પરિણામને પોતાના માનવા તે પરપરિણતિ પ્રશ્નકર્તા: સ્વપરિણતિ-પપરિણતિ એટલે શું એ સમજાવો.
દાદાશ્રી : પરપરિણતિ એટલે શું કે પુદ્ગલના પરિણામ પુદ્ગલ કરી રહ્યું છે તેને આપણે કહીએ છીએ, “હું કરી રહ્યો છું.” એટલે કરે છે બીજો અને કહે છે કે “હું કરું છું.” બીજાના પરિણામને હું કરું છું એમ કહે છે, “પોતાના પરિણામ છે” એમ કહે છે. પુદ્ગલના પરિણામ, તેને કહે છે કે “આ મારા પરિણામ છે.” એ તો પુદ્ગલ જ થઈ ગયોને ! તારા આત્મ પરિણામ જુદા હોય. પુગલને, ક્રોધ-માન-માયા-લોભને પોતાના માનવા તે પરપરિણતિ.
તે લોકો પુગલ પરિણતિમાં છે. પુદ્ગલ પરિણામને પોતાના