________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
તે વખતે ઑન ધી મોમેન્ટ રહ્યા કરે, એવું જ્ઞાન હોય તો એને અડે નહીં. પણ એટલું બધું મનુષ્યનું ગજું નહીંને ! અમે જે જ્ઞાન આપ્યું છે એમાં કેટલાક માણસો એવા નીકળશે હજુ કે સંસારમાં રહે છતાં કશું અડે નહીં. કારણ કે અમે જ્ઞાન તો પૂરેપૂરું આપેલું છે. કશું સંસાર અડે નહીં એવું આપેલું છે. પણ એ જ્ઞાનના શબ્દો હાજર રહેવા જોઈએને ! શબ્દ ના રહેવા જોઈએ હાજ૨ ?
નિર્વિકલ્પ-તિરપેક્ષ-અસંગ-નિર્લેપ બતાવે નિરાલંબ
પ્રશ્નકર્તા : દાદા, હવે એ સમજવું હતું કે જ્યારે કોઈ વિકલ્પ જ ન રહે, ત્યાર પછી શેનો સંગ થાય ?
૧૩૬
દાદાશ્રી : નિર્વિકલ્પી પોતે થઈ ગયો એટલે આ જે વિકલ્પોના આધારે જીવતો હતો, તે એ આધાર છૂટી ગયો ને પોતે પોતાના આધા૨થી જીવતા શીખ્યો. તે જે આ વિકલ્પોના આધારે જીવતો હતો, એ છૂટી ગયું. અને પોતે પોતાના આધારથી જીવન શરૂ થયું એટલે નિરાલંબ થતો જાય છે. આ અવલંબનો છે એ બધા વિકલ્પો. અનંત અવતારથી વિકલ્પો સિવાય બીજું કશું કમાયા નથી. ભટક ભટક ભટક કરે છે. અને બુદ્ધિનો ધંધો શું ? વિકલ્પમાં ચઢાવે.
પ્રશ્નકર્તા ઃ આ રીતે અસંગ થઈ જાય એ પછીની પરિસ્થિતિ શું ?
દાદાશ્રી : નિરાલંબ થયા પછી એને શું સ્થિતિ ? આ હું નિરાલંબ થયો છું. મને કોઈ જાતની જરૂ૨ નથી. કોઈ જાતની નેસેસિટી નથી મને. કોઈ અવલંબનની મારે જરૂર નથી એક્સૉલ્યૂટમાં.
પ્રશ્નકર્તા : એક્સૉલ્યૂટ એટલે શું સમજાવશો ?
દાદાશ્રી : એક્સૉલ્યૂટ એટલે અસંગ, નિર્લેપ બધા શબ્દો ભેગા કરે ત્યારે એક્સૉલ્યૂટ થાય. એમાં નિરપેક્ષ એ શબ્દ નાખવો પડે.
એબ્સૉલ્યૂટ એટલે નિરાલંબ. અને છેવટે નિરાલંબમાં આવવું પડશે બધાને. ક્યાં સુધી અવલંબન ? આ અવલંબન એટલે પરવશતા. વિકલ્પો એટલે પરવશતા. આ વિકલ્પના આધારે એ જીવે છે.