________________
(૬.૨) અસંગ ને નિર્લેપ
૧૪૭
નિરંતર સંગ હોવા છતાં અસંગ જ છે. આત્માને કશું અડતુંય નથી ને નડતું નથી. માટે તે રૂપે રહેવું, નિર્લેપ, અસંગ ! અગ્નિનીય સંગ એને અડતો નથી, તો આ દુઃખનો, શરીરનો શી રીતે અડે ? માટે આ એનો સ્વભાવ પકડી રાખવો.
હવે જે આપણે શુદ્ધાત્મા થયા છે, તે શુદ્ધાત્માને કશું અડે એમ જ નથી. એનો નિર્લેપ સ્વભાવ જ છે. સ્વભાવથી અસંગ જ છે. સ્વભાવથી જ છે, તો પછી આપણે વળી એને અસંગ કરાવવા ક્યાં જઈએ ? જે સ્વભાવથી જ અસંગ છે !
જ્ઞાન આપ્યા પછી એક વખત નિર્લેપ થયા પછી લેપાયમાન ના થાય, અસંગ થયા પછી સંગી ના થાય. ડૉક્ટરે કહ્યું હોય કે જમણા હાથે પાણી ના અડાડશો તો પણ અનાદિકાળનો પરિચય તે અડી જાય. તેમ આ અનાદિ કાળના પરિચયે કરીને કંઈક થાય તો બોલવું, અમે નિર્લેપ છીએ, અસંગ છીએ, એટલે અસંગ થઈ જવાય.
તાવ ભલેને આવ્યો તેથી આત્માને કશું થવાનું નથી. સંગમાં રહેવા છતાં પોતે તો અસંગ જ છે. પોતે તો જ્ઞાતા-દ્રષ્ટા, શુદ્ધ ભાવમાં જ છે. જેવો સંગ તેવો રંગ લાગે. આત્મા “અસંગ' છે. તું “અસંગ' છે તો તને રંગ અડતો નથી, “ચંદુભાઈને અડે છે. “આપણે” તો “જાણ્યા’ કરીએ !
દેહ એ સંગી ચેતતા, જે ભડકાટે કરે અસર
પ્રશ્નકર્તા ઃ ગમે તેટલું જ્ઞાન ગોઠવીએ પણ દેહ ઉપર કંઈ આવે તો અસર થઈ જ જાય છે.
દાદાશ્રી : કારણ કે આ દેહ સંગી ચેતના છે. સંગી ચેતના એટલે આરોપિત ચેતના. સંગથી પોતે ચેતનભાવને પામેલી છે. એ સંગ કરે છે. આપણે એ સંગને જાણીએ છીએ. આ સંગી ચેતનાએ શું સંગ કર્યો, એના આપણે જાણકાર છીએ.
પ્રશ્નકર્તા : એ સંગી ચેતના એટલે નિશ્ચેતન ચેતના ? દાદાશ્રી : હા, નિચેતન ચેતન, પૌદ્ગલિક માયા. જે પોગલિક,