________________
૧૮૦
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
દાદાશ્રી : (એ તો) નિર્લેપ હોય છે, આ તો લેપિત છે.
પ્રશ્નકર્તા : એટલે સારું-ખોટું જુએ છે, એ લેપિત ભાગ છે ?
દાદાશ્રી : એ બધો લેપિત ભાગ. તેથી એક રસ નિર્દોષતા નથી દેખાતી. અને નિર્લેપ ભાગ એટલે એક રસ નિર્દોષતા.
પ્રશ્નકર્તા : આ બુદ્ધિએ સારું-ખોટું જોયું પ્રકૃતિનું, એ જે જુએ-જાણે તે પોતે છે ?
દાદાશ્રી : પ્રકૃતિનો દોષ જુએ, તે પ્રકૃતિ થઈ ગઈ. આત્મા નથી ત્યાં આગળ. આત્મા અવસ્થીને કોઈનો દોષ ના દેખાય.
܀܀