________________
(૬.૨) અસંગ ને નિર્લેપ
૧૫૧
કેટલાકને ના ઊતરે અને કોઈને ઊતરે. તેથી કંઈ એનો ગુનો નથી, પણ અંદર નથી ઊતર્યો. કારણ કે આ જે ચેતના છે ને, એ સંગી ચેતના કહેવાય છે. પણ હવે એ શાનો સંગી થાય ? અસંગીનો સંગી. અસંગ છે એનો આ સંગી. વિષય એ સંગી ચેતના, તેનાથી “હું જુદો' કહ્યું અક્રમમાં
ક્રમિક માર્ગમાં તો એમ કહે કે આપણે સંસારી છીએ, મોક્ષ શી રીતે થાય ? આપણે તો સમકિતય ના થાય. એ સ્ત્રી રહી, છોકરાં રહ્યા, વિષયો રહ્યા. એ તો કહે સાહેબ, હું તો સ્ત્રી પૈણેલો. આ તો મેં (વિષય) ભોગવ્યો ત્યારે આ શું કહે છે ? એ બધી સંગી ચેતના છે, તેનાથી ‘જુદો છું. એટલે શું થઈ રહ્યું છે એને તું જાણ. તે પણ આ આપણું અક્રમ વિજ્ઞાન જ એક આટલું કરી શકે. બીજે બધે પેલા રસ્તે ના કરી શકે. એટલે બીજે એમણે છોડવું જ પડે. એટલે આપણે છૂટ આપેલી. અને ડિસ્ચાર્જ છે એટલું જ થશે, બીજું થવાનું નથી. એને (ચાર્જ) બંધ કરી દીધું. નહીં તો સ્ત્રીસંગ હોય ને મોક્ષ થાય, એ બે સાથે ના બને. આ જગત આખું સંગવાળું છે.
લોકોએ ડરીને એમ કહ્યું, કે આ વિષયથી જ બંધન છે, તે અમારો જોયેલો આત્મા જુદી જાતનો જોયો છે, અસંગ જ છે. તેથી તો અમે કહ્યું છે, “મન-વચન-કાયાની તમામ સંગી ક્રિયાઓથી હું તદન અસંગ જ છું' એટલું ભાન રહેવું જોઈએ. આપણે જે છીએ તે ભાન રહેવું જોઈએ.
જ્ઞાતદષ્ટિએ વિષયને પણ ગણ્યો તોકષાય
આ સંગી ક્રિયા છે એમાં ખરેખર આત્મા છે જ ક્યાં? આ લોકોને સમજાયું નથી. તે આ મેં મારા વિજ્ઞાનમાં શું શોધખોળ કરી છે? મનવચન-કાયાની તમામ સંગી ક્રિયામાં હું તદન અસંગ જ છું. જે આ જ્ઞાન હાજર રાખે, એટલે “અસંગ જ છુંએવું એ જ્ઞાન હાજર રાખીને જો કરતો હોય તો વાંધો નથી અને ખરેખર અસંગ જ છે. હું જાતે જોઈને બોલ્યો છું.
આ બધે અસંગ છે એવું આ જગત સમજે નહીંને ! સમજવાનુંય નથી ક્યારેય. નહીં તો આવી જવાબદારી કોઈ લેતું હશે કે ? સ્ત્રી (પત્ની)