________________
(૬.૧) સંગમાં એ અસંગ
૧૩૫.
બનાવ્યો જ અને આ ક્રમિકનું જ્ઞાન અસંગ બનાવતું જ નથી. એ તો કહેશે) બહારનું છોડો, છોડો તો છૂટશો. તો આ દેહ શી રીતે છોડશો તે? અને આપણે તો કહ્યું કે આ “મન-વચન-કાયાની તમામ સંગી ક્રિયાઓથી હું તદન અસંગ છું.” તે આખી સંગી ક્રિયાઓ ઉડાડી દીધી. એટલે બધું ઉડાડી મેલ્યું ને બાળી મેલ્યું. (બધું) છેદ કરી નાખ્યું છે. આત્મા એનાથી જુદો.
આ સંગી ક્રિયાઓ એ બધી સ્થૂળ ક્રિયાઓ છે અને આત્મા તો બિલકુલ સૂક્ષ્મ છે. બે કોઈ દહાડો ભેગા કરવા હોય તોયે થાય નહીં. એટલે સ્થળ ને સૂક્ષ્મ ભેગું હોય જ નહીં. પણ આ તો ભ્રાંતિથી ઊભું થયું છે જગત. આત્મા એક ક્ષણવારેય રાગી થયો નથી અને દ્વેષીયે થયો નથી. આ તો ભ્રાંતિથી, જેમ કોઈ માણસને મગજ ઉપર ડિપ્રેશન આવી ગયું હોયને, તો એ નવી જાતનું આચાર-વિચાર નથી કરતો ? પહેલા જે પોતાનું હિતનું કરતો હતો, તે અહિતનું કરતો નથી ? એના જેવું. એને આ રોંગ બિલીફો બેસી ગઈ છે. આત્મા અનાત્મા થયો નથી કોઈ દહાડો ને અનાત્મા આત્મા થયો નથી, ફક્ત એને રોંગ બિલીફ બેસી ગઈ છે. “આ હું કરું છું એવી બિલીફ તૂટી ગઈ એટલે રાઈટ બિલીફ બેઠી, એટલે રાઈટ જ્ઞાન ઊભું થાય.
સંગી ક્રિયામાં ઊંધી કલ્પનાથી ફ્લાય આત્મા પેલું કવિએ ગાયુંને, તન્મયતા, સંગી ક્રિયા, ખુલ્લા ફાટક
સંગી ક્રિયા એટલે “હું ચંદુ છું” કરીને જે ક્રિયા કરીએ એ ખુલ્લા ફાટક, કહે છે.
તે સૂક્ષ્મભાવ કારણનું સ્થળ છે નાટક” સૂક્ષ્મભાવ કારણનું સ્થળ બધું ઊભું થયું, (પણ જો) “હું શુદ્ધાત્મા છું તો પછી એની એ જ ક્રિયામાં એને કશું અડે નહીં અને એની એ જ ક્રિયાથી પેલાને સંસાર ઊભો થઈ જાય. ક્રિયા એક જ પ્રકારની, પણ કોણ કરે છે ? તે આરોપિત ભાવથી કરે તો સંસાર ઊભો થઈ જાય અને સ્વાભાવિક ભાવથી કરે તો કશું લેવાદેવા નથી.
‘તમામ સંગી ક્રિયાઓથી હું તદન અસંગ છું' એવું એક્ઝક્ટ વાક્ય