________________
પ૬
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
આત્મા પ્રાપ્ત થયે, વ્યક્ત થાય અનંત શક્તિ
મહીં અનંત શક્તિ છે, અનંત સિદ્ધિ છે પણ અવ્યક્તરૂપે રહેલી છે. મહીં રૂપાળી. રળિયામણી શકિતઓ છે, ગજબની શક્તિઓ છે ! તે મૂકીને બહારથી કદરૂપી શક્તિઓ વેચાતી લાવ્યા. સ્વભાવકૃત શક્તિઓ કેવી સુંદર છે ! અને આ વિકૃત શક્તિઓ બહારથી વેચાતી લાવ્યા ! મહીં દષ્ટિ જ પડી નથી. આત્મા પ્રાપ્ત થાય એટલે એ શક્તિઓ વ્યક્ત થવા માંડે. મોક્ષે જવાની અનંત શક્તિ છે. એ શક્તિ અવ્યક્ત ભાવે પડેલી છે, એને વ્યક્ત કરો.
પુદ્ગલની, આત્માની બધી જ શક્તિઓ એકમાત્ર પ્રગટ પરમાત્મામાં જ લગાડવા જેવી છે. મનુષ્યમાં પૂર્ણ પરમાત્મ શક્તિ છે, જે વાપરતા આવડવી જોઈએ. ‘જ્ઞાની પુરુષ” બધી જ શક્તિઓ આપવા તૈયાર છે. શક્તિ તમારી મહીં જ પડી છે, પણ તમને તાળું ઉઘાડીને લેવાનો હક્ક નથી. જ્ઞાની પુરુષ ઉઘાડી આપે ત્યારે એ નીકળે.
મહીં કેટલી બધી એવી ભવ્ય છે શક્તિઓ ! મહીં ભણી દષ્ટિ જ પડી નથીને ! આ તો અહીં આગળ આત્માની વાત સાંભળે છે ત્યારે દૃષ્ટિ પડે છે. દૃષ્ટિ પડે ત્યારે આત્મા પ્રાપ્ત થાય છે. (આત્મા) પ્રાપ્ત થાય છે ત્યારે થોડીઘણી શક્તિઓ નીકળે છે. તે આપણે જોઈએ છીએ કે ઓહોહો, આટલી બધી શક્તિઓ મહીં હતી તો આટલી થોડી નીકળી તોય આટલું બધું સુખ લાગે, તો પૂરી નીકળે, આનો વિકાસ પૂરો થાય તો ક્યાં પહોંચાડે ? અને જ્ઞાની પુરુષને આપણે જોઈએ તોય આપણને એમ લાગે કે આપણા કરતા કેટલી બધી) શક્તિ એમનામાં પ્રગટ થઈ છે ! તો એ શક્તિઓ આપણને કેટલો (બધો) આનંદ આપે છે, તો એટલી જ શક્તિઓ બધાનામાં છે. શક્તિની કંઈ કમી-બની છે નહીં. હવે એ આપણે કાઢવાની છે. તમને છૂટ આપી છે. જે પદમાં હું બેઠો છું એ પદમાં જ તમને બેસાડ્યા છે.
મહાત્માને આમ પ્રગટે અનંત શક્તિઓ આત્માની અનંત શક્તિ છે. તે શક્તિ જગતમાં બધા લોકોને છે