________________
(૫) અગુરુ-લઘુ
૧૧૧
અગુરુલઘુ છે પદ. કોઈ કહેશે, રાગ-દ્વેષ એ આત્માના ગુણ સિવાય બીજું હોય કેવી રીતે? તો કહે, ના, એ લઘુ-ગુરુ છે. ઘડીકમાં રાગ વધી જાય છે ને ઘડીકમાં ઘટી જાય છે. તો આત્માના ગુણ ઘટ-વધ ના થાય, એ અગુરુલઘુ સ્વભાવના છે, એટલે આપણે ઓળખવા માટે સમજી લેવું. ક્રોધ-માન-માયા-લોભ થાય તો તું ગભરાઈશ નહીં. તારું સ્વરૂપ નથી આ. અને ખરેખર ક્રોધ-માન-માયા-લોભ થતાંય નથી, આપણા જ્ઞાન આપ્યા પછી. જે ગુસ્સો થાય છે, એની પાછળ હિંસકભાવ ને તાંતો બે નથી હોતા. એટલે એ છે તે નિર્જરા થતો ગુણ છે. નિર્જરા તો થઈ જશે ને મહીં જે બંધ બંધાયેલો છે એની નિર્જરા ન થાય તો બંધ એમનો એમ જ રહે.
જે ગુરુ-લધુ તે ન હોય મારું, હું ગુરુલઘુ
મારામાં અને આ બધી જગતની વસ્તુમાં ફેર શું છે ? ત્યારે કહે, હું (મારો) અગુરૂ-લઘુ સ્વભાવ અને જગતનો બધો ગુરૂ-લઘુ સ્વભાવ છે. તેના ઉપરથી અગુરુલઘુ શોધખોળ કર. તો કહે છે કે સાહેબ, મને રાગવૈષ થાય છે. મારે વીતરાગ થવું છે. તો કહે કે રાગ-દ્વેષ ગુરુ-લવુવાળા છે, વધી પણ જાય અને ઘટી પણ જાય. તું તો સ્વભાવથી જ વીતરાગ છું, અગુરુલઘુ સ્વભાવવાળો છું. એટલે જ્ઞાની પુરુષ તને એ દશા લાવી આપે, શુદ્ધાત્મા દશા. પછી કષાય રહે નહીં કશું. કષાયભાવ છોડી દે. પછી એ ભાવ પૂગલના, આત્માના એ ભાવ નથી. આત્મામાં ક્રોધ-માનમાયા-લોભ છે નહીં.
આ ગુરૂ-લઘુ અને પેલું અગુરુ-લવું. ક્રોધ-માન-માયા-લોભ ગુરુલઘુ, એટલે પછી લોક ત્યાં જાણે કે આ મારો ગુણ છે. એટલે એને તરત સમજણ પડે કે ના, આ ગુણ બીજો છે.
કષાયો બધાંય ગુરૂ-લઘુ. વધ-ઘટ નથી થતા ? તમે (ક્રોધ) નહીં જોયેલો હોય કોઈ દહાડોય ? ક્રોધ વધે તેને જાણો ?
પ્રશ્નકર્તા: વધય ખરો ને ઘટેય ખરો, ઠંડો પડે વળી પાછો. દાદાશ્રી : ઘટી જાય તેનેય જાણો ?