________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
હોય જ નહીં. આપવામાં સુખ હોય તો લોકો આપી ના દે બધું ? પણ દે આપતી વખતે જે આનંદ થાય છે, એ અંદરનો આનંદ છે. એને દુઃખ થવું જોઈએ તેને બદલે સુખ થયું તે અંદરનો આનંદ છે.
પ્રશ્નકર્તા : પણ તેમાંયે વસ્તુ બીજાને આપવાનું અવલંબન તો રહ્યુંને ?
૮૬
દાદાશ્રી : અવલંબનનો સવાલ નથી. આ આંતરિક સુખ કોને કહેવાય એ પછી એમ કરતા કરતા સમજમાં આવશે એને. આંતરિક સુખ ખરું ક્યારે આવે કે જ્યારે એકાંતમાં બહુ દુ:ખ હોયને, એને દુઃખ માને. દુઃખમાં છે તે થોડીવાર થાય ને પછી મહીં સુખ વર્તે એને. પછી સરસ થઈ જાય પાછું. દુઃખમાં કંઈથી સુખ આવ્યું આ ? ના, ના, કલાકથી દુઃખી દુ:ખી હતો અને થોડીવાર પછી આપણને કહે છે કે હા, હવે વાંધો નથી, હવે ચાલો. એ અંદરથી સુખ આવ્યું. અંદરથી હેલ્પ કરે છે. એટલે પાછું એને રાગે પડે છે બિચારાને. અંદરના સુખથી જ જીવન જીવી રહ્યા છે લોકો. પણ એમને અનુભવમાં ના હોયને એ વસ્તુ.
મહાત્માતે મોળા લાગે સંસારી સુખો, રહે તિરાકુળતા
પ્રશ્નકર્તા : બરોબર છે દાદા સમજાયું, બહારની કોઈ વસ્તુમાં સુખ જ નથી, સુખ પોતાના આત્મામાંથી મળે છે પછી ભલેને એને પોતાના આત્મા વિષે ભાન નથી, અજ્ઞાન પ્રર્વતે છે પણ સુખ તો આત્મા સંગે જ છે. હવે પ્રશ્ન એ થાય છે કે અમને મહાત્માને તો આત્માનું જ્ઞાન થયું છે તો તે અનંત સુખનો અનુભવ ક્યારે થશે ?
દાદાશ્રી : સ્પષ્ટનું વેદન આવતા વાર લાગશે. અસ્પષ્ટ વેદન છે અત્યારે. એટલે આપણે સ્પષ્ટતાની, એ તો બહુ ટાઈમ લાગશે એમાં.
પ્રશ્નકર્તા ઃ આત્માનું શરૂઆતનું સુખ અને ટોચનું સુખ, એમાંય ફે૨ તો ખરોને, ઘણી કૅટેગરી આવીને ?
દાદાશ્રી : શરૂઆતના સુખથી જ એને આ બધું મોળું લાગવા માંડે. સંસારના સુખ મોળા લાગવા માંડેને, એટલે આત્મા ભણી એનો અભિપ્રાય