________________
(૨.૨) અનંતા જોયોને જાણવામાં શુદ્ધ છું
૨૫
જો એની ખામી હોય, દોષો કે ત્રુટિ હોય તો એવું જ એને દેખાય ને પરફેક્ટ હોય તો પરફેક્ટ દેખાયને ?
દાદાશ્રી : બસ, જેવું શેય હોય એવું દેખાય. બીજી કશી ભાંજગડ નહીં. શૈય અધૂરું હોય તો અધૂરું દેખાય, આખું હોય તો આખું દેખાય.
આપણું જ્ઞાન તો જ્ઞાન જ છે, પણ કેરી લટકે છે એને જાણવામાં જે ઘડીએ પરિણમે ત્યારે કેરીની આજુબાજુ જ્ઞાન ફરી વળે. કેરીની હાઈટ કેટલી, લંબાઈ કેટલી, પહોળાઈ કેટલી, બધું એનું મેઝર (માપ), ડીંટું-બીંટું બધુંય જોઈ શકાય, આ દેખાવો-બેખાવો બધુંય દેખાય.
પ્રશ્નકર્તા ઃ ઈન્દ્રિય પ્રત્યક્ષ પણ દેખાય છે ?
દાદાશ્રી : એ બધુંય દેખાય. એટલે કેરીનો આકાર કેવો છે, કેવો રંગ છે, આટલા ભાગમાં લાલ રંગ છે, આટલા ભાગમાં લીલો રંગ છે, બધું દેખાય.
પ્રશ્નકર્તા ઃ તે પરિણમેલી ?
દાદાશ્રી : પરિણમેલી. એ પરિણમેલી એ શું કહેવા માગે છે ? એ કેરી જુએ અને તેમાં એને જાણવામાં જ્ઞાન પરિણમેલું હોય, જોયાકાર થાય. સર્વત્ર પ્રકાશ, કેરીની ચોગરદમ બાજુએથી જ્ઞયાકાર થાય, શેયના આકારે થઈ જાય. કેરી હોય તેના આકારે જ્ઞાન થઈ જાય એ પરિણમેલી કહેવાય.
પ્રશ્નકર્તા ફૂલ હતું, મરવો થયો, એની કેરી થઈ, એની સાખ થઈ, પણ મારે કોઈ લેવાદેવા નથી, હું શુદ્ધ છું. હા, જોડે હતો બધાની.
દાદાશ્રી : કેરીની એકુંય દશા એવી ના હોય કે જેમાં આત્માનો પ્રકાશ ન હોય. કેરી જોતાની સાથે બધું જ પરમાણુસ્વરૂપે જુએ. પોતે એ પ્રકાશ કેવો થઈ જાય ? કેરીસ્વરૂપ જ થઈ જાય. એ કેરીના બધા જ ભાગને એ જોયાકારે પરિણમેલી હોય. શું પરિણમેલી ? ત્યારે કહે, અનંતી અવસ્થાઓમાં, શેયની જેવી અવસ્થા, તેવી એની અવસ્થા ઊભી થઈ જાય.
પ્રશ્નકર્તા એ જ્ઞાનમાં કેરી દેખાણી એટલે એનો પર્યાય થયોને ?