________________
(૨.૨) અનંતા જ્ઞેયોને જાણવામાં... શુદ્ધ છું
શુદ્ધ છું અને સર્વાંગ શુદ્ધ છું, મને કશું અડતું નથી, એટલે લોકો કહેશે, ‘આ બધું જુઓ-કરો છો તો તમને કશું કર્મ ના બંધાય ?’ ત્યારે કહે, ‘ના બા, મારે તો કર્મ કશું ના બંધાય.’
પ્રશ્નકર્તા ઃ એવી રીતે બધા જ દ્રવ્ય પોતાનાથી સર્વાંગી શુદ્ધ છે
ને ?
૩૫
દાદાશ્રી : આ બધા જ દ્રવ્યો શુદ્ધ જ છે.
પ્રશ્નકર્તા : આ અનંતા જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. તો કહે, ‘આ જ્યારે આપણે બોલીએ ત્યારે મહીં શું પરિણામ થવા જોઈએ ?’
દાદાશ્રી : કશું પરિણામ થવા ના જોઈએ. એને જાણવું જોઈએ. આટલી બધી વસ્તુઓ જાણવાની હોવા છતાં, એને જાણું છું છતાં મારી શુદ્ધતાને બગાડતું નથી એવું કહેવા માગે છે. ગટરને જોઉ છું ને જાણું છું તોય મારું એ બગડતું નથી અને અત્તરને જોઉ છું, જાણું છું, બીજું કરું છું, ખરાબ કે સારું જોઉ છું પણ તેથી કરીને આ જ્ઞાન મારું એમાં નથી ભળતું. એટલે લોક મહીં ગૂંચાય છે કે આ જોઈએ એટલે મહીં આત્મા
બગડ્યો.
પ્રશ્નકર્તા : દ્રવ્ય-ગુણ-પર્યાયથી સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું, તો આ દ્રવ્યથી, ગુણથી અને પર્યાયથી એનું શુદ્ધત્વ કેવી રીતે સમજાય ? અને આ બોલવાનું બહાર ફળ આવ્યું એ કેવી રીતે ખબર પડે ?
દાદાશ્રી : ચિંતા ના થાય એટલે. ઉપાધિના પરિણામ આવે તોય ચિંતા ના થાય, એ ઉપરથી ખબર પડે. પાસ થયો તો ના ખબર પડે કે ભઈ, સારું લખ્યું હશે ! અને પૂછ પૂછ કરે ત્યારે કહીએ, ભાઈ, માર્ક જોઈ આવો મારા.
જ્ઞાત સમજવાથી પરિણમશે અનુભવમાં
પ્રશ્નકર્તા : દાદા, કોઈવાર આ વાતો અઘરી લાગે ને, એવું થાય છે જો આ બધું નહીં સમજીએ તો આપણો મોક્ષ થશે કે નહીં ?