________________
(૩.૧) અનંત શક્તિઓ કઈ ? કેવી ?
૪૯
પ્રશ્નકર્તા : છતાંય આત્મા અનંત શક્તિવાળો છે તો પછી પુદ્ગલની જાળમાંથી કેમ છટકી જતો નથી ?
દાદાશ્રી : એને શું લેવાદેવા ? એની શક્તિને કંઈ હલાવતા નથી. ઉપર આવરણ ચડવું એટલે આપણને દેખાતું બંધ થઈ ગયું. આપણે આપણી આગળ દિવાલ કરીએ છીએ, આત્માની અને આપણી વચ્ચે.
સીમિત જ્ઞાન પ્રગટે પગલ માધ્યમ થકી
પ્રશ્નકર્તા તો પછી દાદા, મોક્ષે જવા પુદ્ગલની શક્તિઓની જરૂર પડે ખરી ?
દાદાશ્રી : પુદ્ગલના માધ્યમથી આત્માનું જ્ઞાન પ્રગટ થાય છે. શ્રુતજ્ઞાન, મતિજ્ઞાન, અવધિજ્ઞાન એ બધા જ્ઞાન યુગલના માધ્યમથી પ્રગટ થાય છે.
પ્રશ્નકર્તા આત્માની અનંત શક્તિઓ ઈન્દ્રિયો વડે પ્રગટ થઈ શકે છે ?
દાદાશ્રી : અમુક સીમિત શક્તિ ઈન્દ્રિયથી પ્રગટ થાય છે. બાકી બહુ આગળ પ્રગટ થાય નહીં.
સ્વક્ષેત્રે સ્વશક્તિ, તો પરક્ષેત્રે વિભૂતિ પ્રશ્નકર્તા: દાદા, વિભૂતિ શક્તિ વિશે સાંભળ્યું છે તે સમજાવશો?
દાદાશ્રી : આત્માની બે જાતની શક્તિ : એક સ્વક્ષેત્રમાં રહે તો પોતાની સ્વશક્તિ ઉત્પન્ન થાય ને બીજું, પરક્ષેત્રમાં વિભૂતિ શક્તિ ઉત્પન્ન થાય. પરક્ષેત્રમાં રહીને સ્વક્ષેત્રમાં હોય મુકામ. આપણા વાસુદેવ નારાયણ કૃષ્ણ ભગવાન વિભૂતિ કહેવાય. રાવણ વિભૂતિ કહેવાય અને એ વિભૂતિનો મોક્ષ થવાનો હોય. અત્યારે થોડો વખત થોડું નુકસાન ખમવું પડે, પણ એ તો મોટા જ થવાના. એ જન્મેલા જ મોટા.